Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નશામાં ધૂત મેટ્રો સ્ટેશન પહોંચેલી મહિલાને CISFની ટીમે તેના પતિને સોંપી

- નશાખોર મુસાફરોને પરિસરમાં ઘૂસવા ના દેવાનો CISFને કડક આદેશ છે

- આ કેસમાં મહિલાની સુરક્ષાનો પ્રશ્ન હોવાથી ટીમે અલગ રીતે ઉકેલ્યો

નવી દિલ્હી, તા. 14 માર્ચ 2018 બુધવાર

નશાની ધૂત હાલતમાં મેટ્રો સ્ટેશન પહોંચેલી મહિલાને CISFની ટીમે તેના પતિને સુરક્ષિત સોંપી.

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સને (CISF) કડક આદેશ છે કે તે નશામાં ધૂત મુસાફરોને પરિસરમાં ઘૂસવા ના દે પરંતુ આ કેસમાં સુરક્ષાના કારણોસર આવુ કરી શક્યા નહીં. CISFએ સુરક્ષાને ધ્યાનમાં રાખતા પોતાના વાહનમાં મહિલાને ધોળા કૂવા મેટ્રો સ્ટેશન સુધી પહોંચાડી. જ્યાં તેમના પતિ રાહ જોઈ રહ્યા હતા.

મહિલા સમયપુર બાદલી સ્ટેશન રાત્રે 10:45 પર પહોંચી હતી જે યેલો લાઈનનું ટર્મિનેટિંગ સ્ટેશન છે. CISFના એક અધિકારીએ જણાવ્યુ, તે સ્ટેશન પર એકલી પહોંચી હતી અને વ્યવસ્થિત ચાલી શકતી નહોતી. જ્યારે તેમને એન્ટ્રીમાંથી રોકવામાં આવ્યા તો તેણે ચેકપોસ્ટ પર તૈનાત સુરક્ષાકર્મી સાથે ઝઘડો કર્યો. ત્યારે મહિલા CISF કર્મચારીને બોલાવીને મહિલાને શાંત કરાવી હતી અને મેટ્રો પોલીસ અને દિલ્હી પોલીસ કંટ્રોલ રૂમને જાણકારી આપી હતી.

દિલ્હી પોલીસ અધિકારીઓએ કહ્યું કે આ મામલો દિલ્હી મેટ્રો રેલ પોલીસની હદમાં આવે છે. તેને ઉકેલવો જ પડશે. જે બાદ મહિલાના પતિ સાથે સંપર્ક કરવામાં આવ્યો, જેમણે કહ્યું કે ધોળા કુવા મેટ્રો સ્ટેશનથી તે મહિલાને લાવવા પહોંચી શકે છે.

જે બાદ મહિલાને CISFએ પોતાની ગાડીમાં બેસાડીને ધોળા કૂવા મેટ્રો સ્ટેશન પહોંચીને તેમના પતિને સોંપી હતી. CISFની ગાડીમાં મહિલાકર્મી, કોન્સ્ટેબલ વગેરે સાથે આવ્યા હતા. નશામાં મેટ્રો સ્ટેશન પહોંચનારને લઈને CISF ઘણું કડક છે. તેમને પરિસરમાં દાખલ થવા દેવાતા નથી. આ વખતે મામલો અલગ હતો, જેથી CISFએ આને બીજી રીતે હેન્ડલ કર્યો અને મહિલાને સુરક્ષિત તેમના પતિ સુધી પહોંચાડી.

Post Comments