Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સહારાની એમ્બી વેલીની હરાજીમાં વિક્ષેપ નાંખનારને જેલમાં ધકેલી દેવાશે : સુપ્રીમ

- સેબીએ ફરિયાદ કરી હતી કે સહારા ગુ્રપ પોલીસમાં અરજી કરી હરાજીમાં અટચણો ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો

(પીટીઆઇ) નવીદિલ્હી, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

એમ્બી વેલીની હરાજીમાં કથિત રીતે અડચણો ઊભી કરનાર સહારા ગુ્રપ સામે સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું હતું અને  ચેતવણી આપી હતી કે  હરાજીમાં અડચણો ઊભી કરનાર કોઇને પણ બક્ષવામાં નહીં આવે અને તેને જેલ ભેગો કરવમાં આવશે. સુપ્રીમ કોર્ટને એ વખતે ખૂબ ગુસ્સો આવ્યો હતો જ્યારે સેબીએ ફરિયાદ કરી હતી કે સહારા ગુ્રપ કાયદો અને વ્યવસ્થાના મુદ્દો ઉઠાવી પુણે પોલીસને પત્ર લખી હરાજીની  પ્રક્રિયામાં  વિક્ષેપ નાંખે છે.

આ મામલે સેબીની ફરિયાદને ગંભીર ગણીને જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની બેંચે કહ્યું હતું કે  હરાજીનો ઓર્ડર સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયો હોવાથી સહારા ગુ્રપે પુણે પોલીસ સાથે સંદેશા વ્યવહાર કરવાની જરૃર નહતી.

સેબી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અરવિંદ દાતારે બેંચ સમક્ષ દાવો કર્યો હતો કે  ગુ્રપ દ્વારા ૨૮ સપ્ટેમ્બરે  પુણે પોલીસને લખવામાં આવેલો પત્રે હાલમાં એમ્બી વેલીમાં ચાલી રહેલી હરાજીમાં અડચણ ઊભી કરી છે.' દાતારે એવી રજૂઆત કરી હતી કે  એ પત્રના પરિણામે પોલીસે એ સંપત્તિનો કબજો લઇ લીધો હતો.

જો ખરેખર આવું બન્યુ હોય તો અમે મહારાષ્ટ્રના પોલીસ વડાને પત્ર લખીએ છીએ કે  એ સંપત્તિ મુંબઇ હાઇકોર્ટના સત્તાવાર ફડચા અધિકારીને ૪૮ કલાકની અંદર અંદર પરત કરે'એમ બેંચે કહ્યું હતું. 'જો કોઇના પણ દ્વારા હરાજીમાં અડચણ ઊભી કરાશે તો  એ  વ્યક્તિ કોર્ટના અપમાન માટે દોષિત ગણાશે અને તેને જેલમાં મોકલી આપવામાં આવશે'એમ કોર્ટે કહ્યું હતુ.

Post Comments