Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

BSFના અધિકારીઓ અડધી કિંમતમાં સામન વેચી દે છે

- જવાનોની જરૂરિયાતોની ચીજવસ્તુઓ તેમના સુધી પહોંચતી શકતી નથી

શ્રીનગર, તા. 11 જાન્યુઆરી 2017, બુધવાર

જમ્મૂ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં બીએસએફના જવાન તેજ બહાદુરનો વીડિયો વાયરલ થયા બાદ કેમ્પની આસપાસ રહેતા લોકોએ એક ચોંકવનારો ખુલાસો કર્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કેટલાક બીએસએફના અધિકારીઓ તેમને ઇંધણ અને રાશનનો સામાન બજાર ભાવથી અડધી કિંમતમાં વેચે છે.

શ્રીનગરના હુમહમા બીએસએફ હેડક્વાર્ટરની નજીક રહેતા કેટલાક સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર શ્રીનગર એરપોર્ટની આસપાસ રહેતા દુકાનદારો મોટાભાગે બીએસએફ અધિકારીઓ દ્વારા વેચવામાં આવતો સામન ખરીદે છે. બીએસએફના એક જવાને પણ જણાવ્યુ છે કે અધિકારી સ્થાનિક બજારોમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓ વેચી દે છે અને જવાનોને તેમની દૈનિક જરૂરિયાત પૂરતો સામન પણ મળી શકતો નથી. આ તમામ સામાન અધિકારીઓ બહારથી જ પોતાના એજન્ટના માધ્યમથી વેચી દે છે.

બજાર ભાવથી અડધી કિંમતમાં વેચવામાં આવે છે સામાન
એક સ્થાનિક વેપારીએ જણાવ્યુ કે હુમહુમા કેમ્પના કેટલાક બીએસએફ અધિકારી બજાર ભાવથી સસ્તા ભાવમાં ડિઝલ, પેટ્રોલ તેમજ રાશન જેવી રોજિંદી ચીજવસ્તુઓ ખૂબ જ ઓછી કિંમતે વેચી દેવામાં આવે છે.

દલાલી પણ કરવામાં આવે છે
એક ફર્નીચર ડીલરે જણાવ્યુ કે અધિકારીઓ કમિશન મેળવવાની લાલચમાં સામાનની ગુણવતાને પણ નજરઅંદાજ કરી દે છે. ઑફિસ અને બાકી સરકારી જરૂરિયાતો માટે ફર્નીચર લેવા માટે આવતા અધિકારીઓનું કમિશન વેપારીના નફા કરતા પણ વધારે હોય છે. આ પરિસ્થિતિ માત્ર બીએસએફની જ નથી. સીઆરપીએફના કેટલાક અધિકારીઓની પણ કંઇક આવી જ પરિસ્થિતિઓ છે.

ઉલ્લેખનીય છે કે બીએસએફના જવાનોને જમવામાં પડી રહેલી મૂશ્કેલીઓનો ખુલાસો કરનાર જવાન તેજ બહાદૂરે પણ દાવો કર્યો હતો કે સરકાર તો પર્યાપ્ત માત્રામાં સામાન મોકલે છે, સ્ટોર્સમાં પણ સામાન પડ્યો છે. પરંતુ અધિકારીઓ સામાન જવાનો સુધી પહોંચવા દેતા નથી અને લાલચમાં તેને ઓછી કિંમતમાં બહાર જ વેચી દે છે. તેજ બહાદૂરનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેણે સમગ્ર દેશમાં હંગામો કરી મૂક્યો છે.

Post Comments