Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આવકવેરા વિભાગે રૃ. ૩૫૦૦ કરોડની ૯૦૦ બેનામી સંપત્તિ જપ્ત કરી

- પ્રોહિબિશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન એક્ટ હેઠળ કરાયેલી કાર્યવાહી

- જપ્ત કરાયેલી સંપત્તિમાં ફલેટ, દુકાનો, જવેલરી અને વાહનો પણ સામેલ

મે, ૨૦૧૭માં સમગ્ર દેશમાં ૨૪ બેનામી પ્રોહિબિશન યુનિટની રચના કરવામાં આવી હતી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

આવકવેરા વિભાગે ૩૫૦૦ કરોડ રૃપિયાની ૯૦૦ બેનામી સંપત્તિ જપ્ત કરી છે. આ બેનામી સંપત્તિમાં ફ્લેટ, દુકાનો, જ્વેલરી અને વાહનોનો સમાવેશ થાય છે.  આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ કાર્યવાહી ૧ નવેમ્બર, ૨૦૧૬થી અમલમાં આવેલા પ્રોહિબિશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન એક્ટ હેઠળ કરવામાં આવી છે.

આ કાયદા હેઠળ પ્રથમ સ્થિર અને ચાલુ મિલક્તાનો હંગામી ધોરણે જપ્ત કરવામાં આવે છે. આ કાયદા હેઠળ દોષિત ઠેરવવામાં આવેલ વ્યકિતને સાત વર્ષની જેલ અને સંપત્તિની બજાર કીંમતના ૨૫ ટકા રકમનો દંડ ફટકારવામાં આવે છે. બેનામી સંપત્તિ વિરુદ્ધ સરળતાથી કાર્યવાહી કરી શકાય તે માટે મે, ૨૦૧૭માં ઇન્વેસ્ટીગેશન ડિરેક્ટોરેટ દ્વારા સમગ્ર દેશમાં ૨૪ બેનામી પ્રોહિબિશન યુનિટની રચના કરવામાં આવી હતી.

આવકવેરા વિભાગે વધુમાં જણાવ્યું છે કે આ કાયદે હેઠળ અત્યાર સુધીમાં ૯૦૦ કેસો દાખલ કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલી ૩૫૦૦ કરોડ રૃપિયાની સંપત્તિમાં ૨૯૦૦ કરોડ રૃપિયાની સ્થિર મિલકતોનો સમાવેશ થાય છે. કાળું નાણું અટકાવવા માટે બેનામી કાયદો પ્રથમ વખત ૧૯૮૮માં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૨૦૧૬માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ દાખલ કરાયેલા એક કેસમાં રિયલ એસ્ટેટ કંપનીએ ૧૧૦ કરોડ રૃપિયાની કીંમતની ૫૦ એકર જમીન ખરીદી હતી.

Post Comments