Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે લગ્નના ખર્ચનો પણ હિસાબ માંગશે સરકાર, કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ મોકલી

- આ નિયમથી દહેજ પર રોક લાગશે અને દહેજની ખોટી ફરીયાદો પણ ઓછી થશે

નવી દિલ્હી, તા. 12 જુલાઇ 2018, ગુરુવાર

હવે લગ્નમાં થતા ખર્ચા પર સરકાર નજર રાખશે. જો નક્કી કરેલા નિયમો પ્રમાણે બધું જ થશે તો, લગ્નમાં કરેલાં ખર્ચાનો હિસાબ સરકારને આપવો પડી શકે છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે, તેઓ લગ્નમાં થયેલા ખર્ચાઓને મેરેજ ઓફિસરને બતાવવું અનિવાર્ય કરવા પર વિચાર કરે. કોર્ટે કહ્યું કે, વર-વધુ બંન્ને પક્ષોના લગ્ન પર થયેલા ખર્ચાને ઓફિસરને જણાવવો ફરજીયાત કરવો જોઇએ.

સરકારે આ વિશે નિયમ બનાવવા પર વિચાર કરવો જોઇએ. જેનાથી દહેજ પર પણ રોક લાગશે, સાથે જ દહેજ કાયદા હેઠળ નોંધાતી ખોટી ફરીયાદો પણ ઓછી થશે.

એક સુનવણી દરમિયાન કહ્યું કે, જો લગ્નમાં ખર્ચની વિગતો આપવામાં આવે તો દહેજ ટોર્ચર હેઠળ દાખલ કરવામાં આવેલા મુકદ્દમામાં પૈસાના વિવાદ ઓછા થશે. કોર્ટે તે પણ કહ્યું કે, ભવિષ્યની જરૂરીયાતોને પુરી કરવા માટે લગ્નના ખર્ચનો એક ભાગ પત્નિના બેંક ખાતામાં પણ જમા કરવામાં આવી શકે છે.

Post Comments