Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાઉદ નામની 'બિલાડી'ને કોથળામાંથી છટકવા નહીં દેવાય : વી.કે.સિંહ

- કરાચીમાં દાઉદના સરનામા મળી આવતા ભારત સક્રીય

- બ્રિટનમાં દાઉદની જપ્ત સંપત્તિ મામલે પણ ભારત બ્રિટનનો સંપર્ક કરશે

- હાલ દાઉદ પાકિસ્તાનમાં હોવાની પુરી શક્યતા છતા પાક.નો નનૈયો જારી

નવી દિલ્હી, તા. ૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
કેન્દ્રિય પ્રધાન વી.કે.સિંહે જણાવ્યું હતું કે દાઉદ ઇબ્રાહિમને છટકવા દેવામા આવશે નહીં. બ્રિટન દ્વારા દાઉદની પ્રોપર્ટી જપ્ત થયા બાદ વી.કે.સિંહે  આ નિવેદન કર્યું હતું. દાઉદ ઇબ્રાહિમને બિલાડી સાથે સરખાવતા તેઓએ જણાવ્યું હતું કે બિલાડીને કોથળામાંથી છટકવા દેવામાં આવશે નહીં. દાઉદ ઇબ્રાહિમના ત્રણ સરનામા પાકિસ્તાનના કરાચીમાંથી મળી આવ્યા છે. આ સરનામા પણ બ્રિટને જ જારી કર્યા હતા. તેથી હવે દાઉદ મામલે પાકિસ્તાન પર પણ દબાણ વધારવામાં આવી શકે છે.

આ પહેલા પાકિસ્તાનમાંથી આતંકવાદી ઓસામા બિલ લાદેન પણ મળી આવ્યો હતો. જે પરથી પુરવાર થાય છે કે પાકિસ્તાન આતંકીઓને શરણ આપી રહ્યું છે, એટલુ જ નહીં આ આતંકીઓને સુરક્ષા પુરી પાડી નામાકીય સહાય પણ કરી રહ્યું છે. બ્રિટને હવે પ્રોપર્ટી જપ્ત કરી છે તે મામલે પણ ભારત બ્રિટનનો સંપર્ક કરશે. યુએઇ બાદ હવે બ્રિટને પણ કાર્યવાહી કરી છે પણ પાકિસ્તાનના પેટનું પાણી પણ નથી હલતું. હજુસુધી પાક. દ્વારા દાઉદ વિરૃદ્ધ કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
 

Post Comments