Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એઈમ્સે રજૂ કર્યું પૂર્વ વડાપ્રધાન વાજપેયીનું મેડિકલ બુલેટિન

- થોડાક દિવસોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે

નવી દિલ્હી, તા, 13 જૂન 2018 બુધવાર

ગત ત્રણ દિવસોથી દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આવનાર થોડાક દિવસોમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. આજે તેમની મેડિકલ તપાસ સાથે મેડિકલ રિપોર્ટ રજૂ કર્યું.  

રિપોર્ટ અનુસાર, વાજપેયીના તમામ રિપોર્ટ નોર્મલ છે. સાથે જ ઈન્ફેક્શન કંટ્રોલમાં છે જ્યારે બ્લડ પ્રેશર પણ નોર્મલ છે. આવનાર થોડાદ દિવસોમાં એઈમ્સમાંથી રજા મળી શકે છે.

વાજપેયીને કિડની સંબધિત બિમારી અને લોઅર રેસપિરેટરી ટ્રેક્ટ ઇન્ફેકશન પગલે સોમવારે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એઇમ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે વાજપેયીની તબિયત સ્થિર છે. તેમના પર દવાઓ અસર કરી રહી છે. તેમને ઇન્જેકશન દ્વારા એન્ટી બાયોટિક્સ આપવામાં આવી રહ્યાં છે.

ઇન્ફેકશન અંકુશમાં ન આવે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાં જ રાખવામાં આવશે. એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં ડોકટરોની એક ટીમે તેમની તબિયતની સમીક્ષા કરી હતી. તેમને એઇમ્સના કાર્ડિયો થોરિસિસના ICUમાં જ રાખવામાં આવશે.

આઇસીયુના પ્રથમ માળના સમગ્ર કોરિડોરને વાજપેયી માટે રિઝર્વ કરી દેવામાં આવ્યું છે. આ કોરિડોરમાં ફક્ત તેમના સગાઓને જ અંદર જવાની પરવાનગી આપવામાં આવી રહી છે.

Post Comments