Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનિયમિતતાઓ મળી આવતા દસ હોટેલ અને રેસ્ટોરન્ટ સીલ કરાયા

- પાલિકા દ્વારા બે દિવસમાં ૮૧૧ હોટેલ રેસ્ટોરાંની ચકાસણી

- ગત ૧૩ દિવસમાં ૫૭ હોટેલ રેસ્ટોરન્ટને સીલ માર્યા અને ૧૦૩૩ હોટેલના અનધિકૃત બાંધકામ તોડયા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

નિયમ ઉલ્લંઘન કરીને આગ સાથે રમત કરનારા હોટેલ, રેસ્ટોરન્ટ, પબ સામે મુંબઇ મહાનગર પાલિકાએ હાથ ધરેલી કાર્યવાહીમાં શુક્રવાર અને શનિવાર એમ બે દિવસમાં ૮૧૧ હોટેલ, રેસ્ટોરન્ટ ચકાસણી કરાઇ હતી. એમાં પૈકી મોટા પ્રમાણમાં અનિયમિતતા પ્રકાશમાં આવેલા દસ હોટેલ, રેસ્ટોરન્ટને સીલ માર્યા હતા. અત્યાર સુધી ગત ૧૩ દિવસમાં ૧૦૩૩ હોટલ, રેસ્ટોરન્ટની ગેકાયદે બાંધકામ તોડવામાં આવ્યા હતા જ્યારે ૫૭ હોટેલ, રેસ્ટોરન્ટને સીલ માર્યા હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

કમલા મિલ કમ્પાઉન્ડમાં મોજાજ બ્રિસ્ટો અને વન એબવ રેસ્ટો પબમાં લાગેલી ભીષણ આગ ૧૪ જણને ભરખી ગઇ હતી જેના તીવ્ર પડઘા પડતાં પાલિકાએ ૩૦ ડિસેમ્બરથી મુંબઇની હોટેલ, રેસ્ટોરન્ટ, પબ સામે તીવ્ર કાર્યવાહી હાથ ધરાઇ છે. આ કાર્યવાહી અંતર્ગત નિયમ મોટા પ્રમાણમાં ઉલ્લંઘન કરનારા હોટેલ, રેસ્ટોરન્ટમાં અનિયમિતતા મળી આવતા તેઓ સામે નોટીસ ન આપતા તાલા મારી દીધા હતા. મોટા ભાગે ઘણી નામાકિત હોટેલનો સમાવેશ થાય છે. ગત ૧૩ દિવસમાં એક હજાર ૫૪૩ સિલિન્ડર જપ્ત કર્યા હતાં.

Post Comments