Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નાણાર ગ્રામસ્થો અને શિવસેનાના વિધાનસભ્યો વચ્ચે નાગપુરમાં તૂ તૂ મૈં મૈં

(વિશેષ પ્રતિનિધિ)    મુંબઈ, તા.11 જુલાઇ 2018,બુધવાર

કોંકણના રીફાઈનરી પ્રોજેકટ સંદર્ભે ચોમાસું સત્રમાં ધોધમાર વરસાદ વચ્ચે પણ નાગપુરમાં  વાતાવરણ ગરમ થઈ ગયું છે. સદનમાં આક્રમક  વલણ લેનાર અને વિધાનભવનના પગથિયા ઉપર ધરણા ધરવાને બેસેલા શિવસેનાના વિધાનસભ્યોને  નાણારના ગ્રામસ્થોના રોષનો સામનો કરવો પડયો હોવાનું જાણવા મળે છે.

નાણાંરે પ્રોજેકટના વિરોધ માટે  શિવસેનાના વિધાનસભ્યોએ  નાગપુર વિધાન ભવન ઉપર  મોરચો કાઢવાનો હતો પણ એને પરવાનગી આપવામાં આવી નહીં ત્યારે કોંકણના નાણારતી વિદર્ભના નાગપુરમાં ગયેલા ગ્રામસ્થો રોષે ભરાયા અને તેઓએ શિવસેનાના  વિધાનસભ્યો સામે સવાલ ઊભા કર્યા અને તમે માત્ર ટાઈમ પાસ કરો છો રીફાઈનરી રદ્દ કરી શકતા નથી,  એવું બોલવા માંડયા ત્યારે  શિવસેનાના વિધાનસસભ્યોના સન્માનને ઠોકર લાગતા તેમણે એવી પણ પરિસ્થિતિમાં સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આ બન્ને આમને સામને આવી ગયા.

Post Comments