Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આણંદ જિલ્લામાં શાકભાજી સસ્તા છતાં ઉંધિયાના ભાવમાં ઘટાડો ન થયો

- ઉંધિયુ જલેબી વેચતા વેપારીઓએ તૈયારીઓ શરુ કરી દીધી

આણંદ,તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
નોટબંધીને આજે ૬૦ દિવસ ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી નાગરિકોની સમસ્યા ઓછી થઈ નથી. તેમાં પણ ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે પર્વની ઉજવણી માટે પતંગરસિયાઓ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

હિન્દુ સંસ્કૃતિ મુજબ ઉત્તરાયણ પર્વ પર વિવિધ ચીક્કી તેમજ ઉંધીયું અને જલેબી ખાવાનું મહત્વ રહેલું છે. જેને લઈને બજારમાં હાલ વિવિધ પ્રકારની ચીક્કીની સાથે સાથે વેપારીઓ દ્વારા ઉંધીયું તેમજ જલેબી પણ ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જો કે ચાલુ વર્ષે નોટબંધીના પગલે વિવિધ શાકભાજી સહિતની ચીજવસ્તુઓના ભાવ ઓછા થવાથી ઉંધીયાના ભાવ પણ નીચા જશે તેવી આશા ગ્રાહકો રાખી રહ્યા છે છતાં કેટલાક વેપારીઓ દ્વારા શાકભાજીના ભાવ ઓછા હોવા છતાં ઉંધીયાના ભાવમાં ઘટાડો ન કરતા કેટલીક ગૃહિણીઓએ વિવિધ પ્રકારના શાકભાજી લાવી ઘરે જાતે જ ઉંધીયુ તૈયાર કરવાની તૈયારીઓ આરંભી દીધી છે.

અબાલ-વૃધ્ધોમાં અતિપ્રિય એવા ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા ચે ત્યારે પતંગ રસિકો દ્વારા પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ખાસ કરીને ઉત્તરાયણના દિવસે પતંગરસિકો દ્વારા પતંગની સાથે સાથે ઉંધીયાની પણ લિજ્જત માણવામાં આવતી હોય છે. વિવિધ ધાબા પર પતંગરસિયાઓ એક થઈ ઉંધીયા પાર્ટી પણ મનાવતા હોય છે. જેને લઈને પતંગ રસિયાઓ દ્વારા ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ દોરી-પતંગની સાથે સાથે ઉંધીયા પાર્ટીના આયોજનની પણ તૈયારીઓ શરૃ કરી દેવાઈ છે.

જો કે હાલ બજારમાં ઠેર-ઠેર ઉંધીયા-જલેબીનું વેચાણ કરતા વેપારીઓ દ્વારા ડેરા-તંબુ બાંધી દેવામાં આવ્યા છે. પર્વ દરમ્યાન ઉંધીયા જલેબીની માંગને પહોંચી વળવા માટે વેપારીઓ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૃ કરી દેવાઈ છે. જો કે ચાલુ વર્ષે નોટબંધીના પગલે શાકભાજીના ભાવ તળીયે બેસી જતા ઉંધીયાના ભાવ નીચા જશે તેવી આશા ગ્રાહકો રાખી રહ્યા હતા. પરંતુ વેપારીઓ દ્વારા ઉંધીયાના ભાવમાં કોઈ ખાસ ફરક ન કરાતા ગ્રાહકો દ્વારા જાતે જ ઉંધીયુ બનાવવા માટે તૈયારીઓ શરૃ કરી દેવાઈ છે.

આ અંગે વધુમાં એક વેપારીએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઉંધીયાના ભાવમાં કોઈ ખાસ ફેરફાર નોંધાયો નથી. શાકભાજીના ભાવ ઘટયા છે પરંતુ સીંગતેલ તથા અન્ય ચીજવસ્તુઓના ભાવ એના એ જ રહ્યા છે.  જેને લઈને ઉંધીયાના ભાવમાં ઘટાડો નોંધાયો નથી. હાલમાં વિવિધ પતંગરસિયાઓ દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે ઉંધીયા માટે ઓર્ડર મળી રહ્યા છે. સ્પેશ્યલ સુરતી ઉંધીયું હાલ રૃા.૨૨૦ થી ૨૪૦ના ભાવે કિલો વેચાઈ રહ્યું છે. જ્યારે જલેબીની વિવિધ વેરાઈટી રૃા.૧૬૦ થી ૪૪૦ના ભાવે કિલો વેચાઈ રહી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં માટલા ઉંધીયાની મીજબાની
આણંદ,તા.૧૦
ઉત્તરાયણ પર્વમાં લોકો ઉંધીયા તથા જલેબીની જ્યાફત માણતા હોય છે. જેને લઈને શહેરમાં વિવિધ સ્થળોએ ઉંધીયા-જલેબીની હાટડીઓ ધમધમી ઉઠી છે.

પરંતુ હાલમાં શાકભાજીના ભાવ એકદમ તળીયે બેસી જતાં કેટલીક ગૃહિણીઓ દ્વારા જાતે જ વિવિધ શાકભાજીની ખરીદી કરીને ઉંધીયુ તૈયાર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તો કેટલાક લોકોએ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પોતાના ખેતરમાં નિશ્ચિત ગુ્રપ સાથે દેશી સ્ટાઈલમાં માટલા ઉંધીયાની મજા માણવાનું આયોજન ગોઠવી દીધું છે. સાથે સાથે કેટલાક ગુ્રપ દ્વારા તેમજ ફલેટોમાં ઉત્તરાયણની રાત્રિના સુમારે ઉંધીયા પાર્ટી માટે કેટરર્સ તેમજ રસોઈયાને ઓર્ડર પણ આપવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળેલ છે.
 

Post Comments