Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેપાળમાં ભારે વરસાદથી નદીઓ બેકાબુ : ૩૬નાં મોત, અનેક બેઘર

- અનેક સ્થળે ભૂસ્ખલનની ઘટના : ગામોમાં પૂરના પાણી ફરી વળતાં બચાવ માટે સેના તૈનાત

(પીટીઆઇ) કાઠમંડુ, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

નેપાળમાં સતત ભારે વરસાદને કારણે અનેક સ્થળે ભૂસ્ખલન થયું છે. તેના કારણે ૩૬ લોકોના મૃત્યુ નિપજ્યા છે તો સેંકડો લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડાયા છે. નેપાળ ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ નેપાળના સુન્સારી જિલ્લામાં સાત, સિંધાલી જિલ્લામાં તેમજ જ્હાયા જિલ્લામાં ચાર-ચાર, બાંકે અને મોરાંગ અને બાકીના અન્ય જિલ્લાઓમાં તણાઇ જવાથી કે ભૂસ્ખલનમાં દબાઇને મૃત્યુ પામ્યા છે. જ્યારે ત્રણ વયસ્ક વ્યક્તિઓ હાલ ગુમ થયેલી છે.

જાપા, મોરંગ, સુન્સારી, સપ્તારી, સિરહા, સાર્લાહી, રાઉતાહલ, બાંકે, બર્દિયા જિલ્લાઓમાં પૂરની ભારે વિનાશક અસર થવાથી અનેક લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. બિરાટનગરનાં એરપોર્ટમાં પાણી ફરી વળતા તેને વિમાન વ્યવહાર માટે બંધ કરી દેવાયું છે.

સરકારે નેપાળ પોલીસ, સેના અને આર્મડ્ પોલીસ ફોર્સને રાહતકાર્યમાં જોતરી દીધા છે તેમ ગૃહમંત્રાલયના પ્રવકતા અને સહસચિવ દીપક કાફલેએ માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સેંકડો ઘર ડૂબી જતા તેમને સલામત સ્થળે ખસેડાયા છે.

પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે પ્રધાન મંડળની તાકીદે બેઠક બોલાવાઇ હતી જેમાં વડાપ્રધાન શેરબહાદુર દેઉબાએ સ્થાનિક સત્તાવાળાઓને બચાવ-રાહત કામગીરી તાકીદે ચાલુ કરી દેવા હૂકમ કર્યો હતો. તો ગૃહપ્રધાન જનાર્દન શર્માએ સુરક્ષા દળોને રાહત કાર્યમાં કામે લગાડી દેવાયા હોવાની માહિતી આપી હતી.

Post Comments