Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીનના અમિત શાહ: રાષ્ટ્રપતિ શી જિનપિંગના ચાણક્ય છે વાંગ હુનિંગ

- વાંગ હુનિંગની તુલના અમિત શાહ સાથે કરવામાં આવી રહી છે

નવી દિલ્હી, તા. 14 માર્ચ 2018 બુધવાર

વર્તમાન સમયમાં ભારતની જેમ ચીનમાં પણ એક જોડીની ચર્ચાએ જોર પકડ્યુ છે. જેમાં રાષ્ટ્રપતિ જિનપિંગ અને તેમના રણનીતિકાર વાંગ હુનિંગની જોડીની મોદી અને અમિતશાહની જોડી સાથે તુલના કરવામાં આવી રહી છે. 

એક બાજુ સમગ્ર દુનિયામાં ભારતનું કદ વધી રહ્યું છે તો બીજી તરફ ચીન પોતાના પરિવર્તનોથી સૌને ચોંકાવી રહ્યું છે. અહીંયા મોદી-શાહની જોડી પર નવા ભારતનો ટારગેટ છે તો ચીનની વધતી તાકાતની પાછળ એક જોડીની વર્તમાન સમયમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ જોડી છે ચીનના અમિત શાહ અને ત્યાંના રાષ્ટ્રપતિની. ચીનમાં પણ પોતાની રણનીતિ માટે રાજી કરી ચૂકેલા રાષ્ટ્રપતિના નજીકના વાંગ હુનિંગની તુલના અમિત શાહ સાથે કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જેટલા મહત્વના અમિત શાહ છે, ચીનમાં પણ વાંગ હુનિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે એટલા જ અગત્યના છે. ચીનના અમિત શાહ તરીકે ઓળખનાર વાંગ હુનિંગ પણ રાષ્ટ્રપતિ શી જિનપિંગના કુશળ રણનીતિજ્ઞ છે. જેમ વડાપ્રધાન મોદી માટે ચૂંટણી જીતાડવા અને રાજકીયરીતે તૈયાર કરવા માટે અમિત શાહ ઓળખાય છે, તેવી જ રીતે ચીનમાં વાંગ હુનિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે આ જવાબદારી નિભાવે છે.

તાજેતરમાં જ ચીનમાં એક બંધારણીય પરિવર્તન આવ્યુ છે. ચીનના સંસદે રાષ્ટ્રપતિ માટે અગત્યના બે કાર્યકાળની જરૂરિયાત સમાપ્ત કરી નાખી છે. શી જિનપિંગના આજીવન રાષ્ટ્રપતિ પાછળ વાંગની જ રણનીતિ છે.

Post Comments