Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૬ વર્ષ પહેલાં રિટાયર્ડ થયેલાં ૭૨ વર્ષના ત્રિકમદાદા હવે ખેતી કરે છે

સ્ટેટબેંકમાં મેનેજર તરીકે રિટાયર્ડ થયા બાદ ખેતીની શરૃઆત કરી
ઈસનપુર ખાતે રહેતા ત્રિકમભાઈ કાળીદાસ માયાવંશીના પરિવારમાં ખેતી આમ તો વારસારૃપે મળી છે. પણ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રની વિવિધ શહેરોની શાખાઓમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા ત્રિકમભાઈને નોકરીના વર્ષો દરમિયાન ખેતીકામ કરવાનો સમય મળતો નહી. તેથી રિટાયર્ડ થયા બાદ તેમણે પોતાની જાતને ખેતીકામમાં વ્યસ્ત કરી નાંખી છે. પોતાના મૂળ વતન બાલાસિનોરના ભાંથલા ગામે આવેલા ખેતરમાં ત્રિકમભાઈ સુધરેલી કપાસ-તમાકુ અને સારી જાતની બાજરીનું વાવેતર કરે છે અને ખેતીના હેલ્થ બેનિફીટ્સ કહો કે ગમે તે આજે ૭૨ વર્ષેય તેમને કોઈ શારિરીક સમસ્યાઓ નથી. આટલું જ નહીં ઈસનપુર આવેલા ઘર પાસે આવેલી માર્જીનની જમીનમાં તેમણે તુરીયા, કારેલાં, દૂધી જેવી શાકભાજીના વેલા ઉગાડયા છે. ત્રિકમભાઈની માવજતને લીધે લીલાંછમ થઈ ગયેલા આ વેલાઓથી એમનું ઘર લગભગ ઢંકાઈ ગયું છે. એ વેલાઓમાંથી એમને ઘરપૂરતાં શાકભાજી તો મળી જ રહે છે પણ સાથે ઘરની આસપાસનું વાતાવરણ પણ સ્વચ્છ અને સુગંધિત થઈ ગયું છે. એમને જોઈને એમની અડોશ-પડોશના લોકો પણ પોતાને જરૃરતની શાકભાજી જાતે ઉગાડવા પ્રેરાયા છે. નિવૃત્તિમાં પ્રવૃત્તિ એ જીવન જીવવાની સાચી રીત છે રિટાયર્ડ થયા પથી જ મારા ખરા કામની શરઆથ થઈ છે. હું ખેડૂતપુત્ર હોવાથી ખેતી પ્રત્યે પહેલેથી લગાવ હતો. એટલે રિટાયર્ડ થયા પછી આ મનગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહું છું. મારા મતે જીવનમાં હંમેશા પ્રવૃત્તિમય રહેવું એ જ જીવન જીવવાની સાચી કળા છે. -ત્રિકમભાઈ માયાવંશી
 

Post Comments