Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડનગરમાં ઉનાળામાં પાણીનાં મુખ્ય સ્રોત સમી મહેતા વાવની કફોડી સ્થિતિ

જ્યાં સરકારી મહોત્સવ થાય છે તેના વિકાસ પાછળ લાખ્ખો ખર્ચાય છે પરંતુ જાળવણી કરવા પાછળ ઠાગાઠૈયા

અતુલ્ય વારસોની ટીમ રવિવારે હેરિટેજ સ્થાપત્યોનાં અભ્યાસ અર્થે વડનગર ખાતે પહોંચી

અતુલ્ય વારસોની ટીમ દ્વારા છેલ્લા ચાર રવિવારે શહેરની આસપાસનાં હેરિટેજ સ્થાપત્યોની મુલાકાત કરી તેનો અભ્યાસ કરવામાં આવે છે, જેમાં ૨૦મીએ સંસ્થા સાથે કેટલાક હેરિટેજ પ્રેમીઓએ વડનગરની મુલાકાત લીધી હતી. વડનગર અતિપૌરાણિક નગર છે, અહીં બીજી સદીથી લઇને ૨૦મી સદી સુધીના અવશેષો જોવા મળે છે. વડનગરમાં આવેલા કિર્તિ તોરણ, બૌધ્ધિસ્ટ સાઈટ, પ્રાચીન દરવાજાઓ, આમથેર માતાનું મંદિર જેવા સ્મારકો રાજ્યનાં પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ સુરક્ષિત છે.

જ્યારે ગામ લોકોને છેલ્લા ઘણા વર્ષોથી કાળજાળ ગરમીમાં અવિરત પાણી આપતી ઐતિહાસિક મહેતા વાવની અવસ્થા અત્યંત ખરાબ છે. સાત માળની આ વાવ અખૂટ પાણી ધરાવે છે પરંતુ સમારકામનાં અભાવે તેની હાલત કફોડી બની છે. ઉલ્લેખનીય છે કે વડનગર સિટીને ભૌતિક રીતે વિકાસશીલ બનાવવા પાછળ કરોડો રૃપિયા ખર્ચાઇ ગયા છે, જ્યાં સરકારી મહોત્સવ થાય છે ત્યાં જ ઐતિહાસિક વારસાની સારસંભાળ રખાય છે પરંતુ વડનગરમાં એવા ઘણા હેરિટેજ સ્થાપત્યો છે જેના ડેવલપમેન્ટ સામે આંખ આડા કાન કરવામાં આવે છે. 

છેલ્લા ૪૦ વર્ષમાં આ વાવનું પાણી ક્યારેય ખૂટયું નથી

આમથેર માતાનાં મંદિરની પશ્વિમે મહેતા વાવ આવેલી છે. ગામલોકોનાં કહેવા મુજબ છેલ્લા ૪૦ વર્ષોમાં આ વાવનાં પાણી ક્યારેય ખૂટયા નથી. ઉનાળામાં વાવ પાણીનો મુખ્ય સ્ત્રોત બની રહે છે. પરંતુ વર્તમાન સમયમાં આ વાવની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. પ્રવેશદ્વારમાં આવેલી છતરડીનાં સ્થંભ અને છત ખવાઇ ગઇ હોવાથી પડી જવાની ભીતી રહેલી છે.

શર્મિષ્ઠા તળાવનું નવીનિકરણ ચાલુ છે

વડનગરમાં કાષ્ટ કલાનાં બેનમૂન કોતરણીકામ ધરાવતા મકાનો પણ ક્યાંક તુટેલી હાલતમાં જોવા મળે છે. જ્યારે શર્મિષ્ઠા તળાવનુ નવીનિકરણની કામગીરી ચાલુ છે. ઉપરાંત કેટલાક જુના દરવાજાઓનું સમારકા થયેલું જોવા મળે છે. વડનગરમાં ઘણા હેરિટેજ સ્મારકો આવેલા છે, તે બધા સ્મારકોની યોગ્ય કાળજી રાખવી જરૃરી છે.

Keywords Heritage,Walk,in,Vadnagar,

Post Comments