Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કુંવરજીએ ગ્રેબ્રિક્સને ૨-૧થી હરાવ્યું

જીપીએસ ચેતક ચાર રાઉન્ડના અંતે ટોપ પર : લીગ રોમાંચક બની એસ.કે.યુનાઇટેડની પણ આસાન જીત

સિંધુ ભવન નજીક 'જગરનટ અરેના'માં રમાતી 'ફાઈવ અ સાઇડ' અમદાવાદ ફૂટબોલ લીગમાં ચાર મેચના રાઉન્ડના અંતે જીપીએસ ચેતક ૯ પોઇન્ટ સાથે ટોપ પર છે. જો કે અરોરા એફસી, દિપ લેજન્ડ અને એસ.કે.યુનાઇટેડ પણ નજીકની હરિફાઈમાં છે.બોટમની ટીમોને પણ વળતી લડત આપવાની તક છે.

કુંવરજી જેગુઆર્સે ગ્રેબ્રિક્સને હરાવ્યું
ફારૃક સોધા અને પરવેઝ પઠાણના છઠ્ઠી અને સાતમી મિનિટ વચ્ચે ઉપરા છાપરી બે ગોલની મદદથી કુંવરજી જેગુઆર્સે ગ્રેબ્રિક્સ વુલ્વ્ઝને ૨-૧થી હરાવ્યું હતું. ૨૬મી મિનિટમાં ગ્રેબિક્સ તરફથી આશુતોષ પટેલે ગોલ કર્યો હતો. જે પ્રસુન નાયરનો પાસ હતો. કુંવરજીની આ ટુર્નામેન્ટમાં પ્રથમ જીત આ સાથે નોંધાઈ છે.
 

પોઇન્ટ ટેબલ

મેચ જીત હાર પોઇન્ટ

 

 

 

જીએસપી ચેતક

અરોરા એફસી

દિપ લેજન્ડસ

એસકેયુનાઇટેડ

ગણેશ લાયન્સ

ઓલિવ દિપ પબ્લીક

કેપીએસ મોવેરિક

ગ્રેબ્રિક્સ વુલ્વ્ઝ

કુંવરજી જેગુઆર્સ

એચબીકે વોરિયર્સ


* ડ્રો મેચનો એક પોઇન્ટ ઉમેર્યો છે.

જીપીએસ ચેતકનો મોટો વિજય
જીપીએસ ચેતકે અમિત સારસ્વતના છઠ્ઠી, રિધમ મિશ્રાના ૧૪મી, સિધ્ધાર્થ નાયરના ૧૯મી અને ૩૧મી તેમજ સુરીન પંડિતના ૨૭થી તેમજ ઝૈદ બબુઅના, ૨૯મી મિનિટના એમ છ ગોલથી ઓલિવ પાર્શ્વનાથને હરાવ્યું હતું.

એસ.કે.યુનાઇટેડે એચ બી કેને હરાવ્યું
વિશ્વ પટેલનો બીજી અને ૨૫મી મિનિટમાં અનુક્રમે આશિષ સાધુ અને યશ હાલાનીના પાસની મદદથી થયેલા ગોલ અને તે પછી તરત જ ૨૬મી મિનિટમાં આશિષ સાધુના ગોલની સહાયથી એસ.કે.યુનાઇટેડે એચ બી કે વોરિયર્સને ૩-૦થી પરાજય આપ્યો હતો.

Post Comments