Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Different fields જે માટી માફક આવી ત્યાં જ ખીલ્યું ફૂલ - તકદીર બીજે ખેંચી ગઈ ને ડિગ્રી ખિસ્સામાં રહી

કોઇપણ ડિગ્રી સરળતાથી મળતી નથી. એને મેળવવા ખૂબ મહેનત કરવી પડે છે. અથાગ પરિશ્રમ પછી એન્જિનિયર કે ડૉક્ટરની ડિગ્રી લીધા બાદ સ્વાભાવિક પણે વ્યક્તિ એમાં આગળ વધતી હોય છે પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે મહામહેનતે પોતાના ફિલ્ડમાં ડિગ્રી તો મેળવે છે પણ તેમનું મન કંઇક બીજા જ ફિલ્ડમાં જવા માટે તત્પર બની જાય છે. તમે 'થ્રી ઇડિયટ' ફિલ્મ જોઇ હશે. એમાં ફરાન એન્જિનિયર બન્યા પછી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં ઝંપલાવે છે અને એમાં કાઠું કાઢે છે. આપણી આસપાસ પણ એવા ઘણા લોકો છે જે ભણ્યા કંઇ ઔર હોય અને કોઇ બીજા જ ક્ષેત્રને અપનાવી એમાં નામના મેળવી છે. જેમાં ડૉ.સુભાષ બંસલ, પન્નાબહેન મોમાયા, અનિતા ચોવટિયા અને આકાશ મોદીનો સમાવેશ કરી શકાય.
બિઝનેસની બારખડી ઘૂંટી તેમાં મહારથ હાંસલ કરી
મેડિકલના ફાઇનલ વર્ષમાં આખી યુનિવર્સીટીમાં સાતમો ક્રમાંક લાવનાર વિદ્યાર્થી સુભાષભાઇ બંસલ એમ.ડી. એનેસ્થેસિયા થયા. એ પછી તેમને શહેરની પ્રખ્યાત હોસ્પિટલમાં નોકરી મળી ગઇ. ડિગ્રી અને નોકરી મળી જાય એટલે જિંદગીની અડધી સમસ્યા દૂર થઇ જાય પરંતુ ડૉ. સુભાષભાઇના જીવનમાં એવું ન થયું. તે કહે છે, 'અમારો ફેમિલી બિઝનેસ હતો, મને નાનપણથી બિઝનેસ કરવામાં રસ હતો, પરંતુ હું ભણવામાં હોશિયાર હોવાથી મમ્મી-પપ્પાની ઇચ્છા હતી કે હું ભાઇની જેમ ડૉક્ટર બનું. થોડા વર્ષ ડૉક્ટર તરીકે ફરજ અદા કરી પણ મારું મન બિઝનેસ કરવા તરફ આકર્ષાતું તેથી જોબ પાર્ટટાઇમ કરી દીધી અને બાકીનો સમય બિઝનેસમાં આપવા લાગ્યો. મને એમાં ફાવટ આ?વી ગઇ પછી પોતાની ફેક્ટરી નાંખી અને ડૉક્ટરના વ્યવસાયને કાયમ માટે તિલાજંલી આપી દીધી. એનેસ્થેસિયાના ફિલ્ડમાં સ્ટ્રેસ રહેતો કારણ કે ગમે ત્યારે ઇમર્જન્સી આવી જાય. ન્યુરો હોય, ગાયનેક હોય કે સર્જરી હોય એ દરમિયાન દર્દીને એનેસ્થેસિયા આપી મેન્ટેઇન કરવાનો અને પેશન્ટ એમાંથી બહાર ન આવે ત્યાં સુધી કાળજી રાખવાની. દર્દી વેન્ટિલેટર પર હોય ત્યારે તો અમારે સતત એલર્ટ રહેવું પડે. જો દર્દીનો જીવ જતો રહે તો તકલીફ થઇ જાય. જ્યારે બિઝનેસમાં એવું કંઇ હોતું નથી. બહુ બહુ તો આથક રીતે નુકસાન થાય પણ મેન્ટલ સ્ટ્રેસ રહેતો નથી. મને બિઝનેસ કરવામાં વધુ આનંદ આવે છે.
યુનિફોર્મ માટેનું આકર્ષણ અને માન મને પોલીસ ડિપાર્ટમેન્ટમાં લઇ આવ્યું
હાલમાં મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી તરીકે કામગીરી કરનાર પન્નાબહેન મોમાયા એક સમયમાં મામલતદાર હતાં. તેઓ જીપીએસસીની પરીક્ષા આપ્યા બાદ મામલતદાર બન્યા. છ વર્ષ સુધી મામલતદાર તરીકેની ફરજ અદા કરી. તેઓ કહે છે, 'મામલદાર તરીકેની નોકરી સારી જ હતી, પરંતુ મને યુનિફોર્મ માટે માન અને આકર્ષણ હતું. તેથી ફરી જીપીએસસીની પરીક્ષા આપી અને કલાસ વન અધિકારી તરીકે નિમણૂક લીધી. આ ક્ષેત્રમાં આવ્યાને મને ૬ વર્ષ પૂરા થઇ ચૂક્યા છે. અહીં મને એક્સપોઝર મળ્યું છે, મહિલાઓ માટે કામ કરવાની તક મળી છે. મહિલાઓ પર મારપીટથી માંડી બળાત્કાર જેવા અનેક અત્યાચારો થતા હોય છે એમાં એ લોકોને જ્યારે ન્યાય મળે છે ત્યારે મને મારા કામનો સંતોષ થાય છે. અમુક એવા અઘરા કેસ પણ આવે છે એને જ્યારે સોલ કરીએ ત્યારે ખુશી મળે છે.
વકીલાત બાજુ પર રહી અને રંગોની દુનિયામાં ડૂબી ગયા
બી.કોમ કર્યા બાદ વકીલાતનો અભ્યાસ કર્યાે પછી એકાએક કલરની દુનિયામાં ડૂબકી જનાર અનિતાબહેન કહે છે,'મને ક્રિએટિવ કામ કરવું ગમતું હતું. આજથી ૨૫ વર્ષ પહેલાં હું મારા હસબન્ડ અને બાળકો સાથે  જયપુર ફરવા ગઇ હતી. એ વખતે બજારમાં મેં બ્લોક પ્રિન્ટ વર્ક જોયું. મને એમાં રસ પડયો અને તેના વિશે વધારે પૂછપરછ કરી, તો જાણવા મળ્યું કે તેઓ બે-ત્રણ કલર જ બનાવે છે. ખબર નહીં પણ કેમ મને એ બનાવવાનું મન થયું અને પછી તો બે ત્રણ વખત જયપુરની મુલાકાત લઇ આવી. ઘણી શોધખોળ પછી મેં વેજિટેબલમાંથી મારી રીતે કલર બનાવવાનું નક્કી કર્યું. શરૃઆતમાં ટ્રાયલ એન્ડ એરરના બેઝ પર કામ કર્યું. ઘણું નુકસાન પણ થયું, કારણ કે મને એ વિશેનું જ્ઞાાન ન હતું. પણ હિંમત હાર્યા વગર છેવટે મેં કપડા પર રેપિટ કલર્સ અને કાર્બન પ્રિન્ટ બનાવી જે અત્યારે નેશનલ બાન્ડ બની ચૂકી છે. મારી વકિલાત ભલે બાજુ પર રહી ગઇ પણ મેં જે કર્યું એનો અને મારા કામનો મને આત્મ સંતોષ છે.
એન્જિનિયરમાંથી ચીફ લાઇફ ઇન્શ્યોરન્સ એડવાઇઝર બની વિદેશ ટુર કરી
કમ્પ્યૂટર એન્જિનિયર બન્યા પછી આકાશે નોકરીની શોધ શરૃ કરી. એની સાથે તેને ગરબાનો શોખ હોવાથી પપ્પાની ઓફિસમાં ગરબા ક્લાસ શરૃ કર્યાં. તે કહે છે કે, 'ગરબાની ઇન્કવાયરી માટે હું રિસેપ્શન કાઉન્ટર પર બેસતો. એ દરમિયાન ઓફિસમાં એલઆઇસીના તાલીમ વર્ગો ચાલતા હતા. બહારથી આવતી ફેકલ્ટી બિઝનેસ સ્કિલ કેવી રીતે ડેવલપ કરવી એ અંગેની જાણકારી આપતાં હતાં. મને એમાં રસ પડવા લાગ્યો એટલે નોકરી શોધવાનું પડતું મૂકી એલઆઇસીની પરીક્ષા આપી એનો એજન્ટ બન્યો. સાત વર્ષથી હું આ ફિલ્ડમાં છું, મારા હાથ નીચે ૧૭ એજન્ટ છે. ધીરે ધીરે એક પછી એક ટારગેટ એચિવ કરીને ગેલેક્સી મેમ્બરશીપ મેળવી છે. દર વર્ષે દુનિયાભરના ટોપના અગિયાર હજાર એલઆઇસી એજન્ટની વિદેશમાં કોન્ફરન્સ થાય છે એમાં બે વખત મારો સમાવેશ થઇ ચૂક્યો છે. હાલમાં ચીફ લાઇફ ઇન્શ્યોરન્સ એડવાઇઝર તરીકે કામ કરું છું. સંતાનોને જે ક્ષેત્રમાં રસ હોય એમાં કામ કરવા દેવું જોઇએ તો તેઓ જલદી આગળ આવે છે. મને એલઆઇસીના બિઝનેસમાં પપ્પાએ પૂરતો સપોર્ટ આપ્યો જેથી હું કંઇક કરી શક્યો.
 

Post Comments