Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે ઇસરો ખાતે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી

અંતરિક્ષ પ્રદર્શનમાં સવારે ૯.૩૦થી સાંજના પાંચ વાગ્યા સુધી વિવિધ એક્ટિવિટી કરાશે

સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર થીમ પર આજે અમદાવાદ ઇસરો, સ્પેસ એપ્લિકેશન સેન્ટર ખાતે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરાશે. જે અંતર્ગત સેક ઇસરો અમદાવાદ ખાતે આવેલું વિક્રમ સારાભાઇ અંતરિક્ષ પ્રદર્શનમાં સવારે ૯.૩૦થી સાંજના પાંચ વાગ્યા સુધી વિવિધ એક્ટિવિટી કરાશે. જે ઓપન ફોર ઓલ રહેશે.

દર વર્ષે ૧૧ મેના દિવસે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. પોખરણમાં શ્રેણીબદ્ધ નિયંત્રિત પરિક્ષણો દ્વારા અણુ આયુધ ટેકનોલોજીમાં (પોખરણ ૧૧) મેળવેલી નિપુણતા, સ્વદેશી ત્રિશૂળ મિસાઇલનું પરીક્ષણ, સ્વદેશી વિમાન હંસ-૩નું પરીક્ષણ-ઉડ્ડયન જેવી ટેકનોલોજીની સિદ્ધિઓને બિરદાવવા આ દિવસ ઉજવવામાં આવે છે.

વિક્રમ સારાભાઇ અંતરિક્ષ પ્રદર્શનમાં વિવિધ એક્ટિવિટી

=આઇઆરએનએસએસ ઉપગ્રહનો હૂબહૂ નમૂનો

=આઇઆરએનએસએસ ઉપગ્રહથી સીધા જ સંકેતો(લાઇવ સિગ્નલ) ઝીલતું આઇઆરએનએસએસ રિસિવર

=મંગળ અભિયાન અને આઇઆરએનએસએસ સહિત ઉપગ્રહ પ્રક્ષેપણ અંગે થ્રીડી-ટુડી વિડીયોનું પ્રદર્શન

=વૈજ્ઞાાનિકો સાથે ટૉકઃ ઉપગ્રહોની રચના, તેના વિકાસ, પરીક્ષણ અને ઉપયોગ સાથે સંલગ્ન સેકના વરિષ્ઠ વૈજ્ઞાાનિકો વાત કરશે.

=દર કલાકે પ્રશ્નોત્તરી યોજાશે અને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અપાશે.

Post Comments