Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઠગ્સ ઑફ હિન્દુસ્તાનની ટીમ થાઇલેન્ડ જવા રવાના થઇ

-મુંબઇ અને માલ્ટામાં શિડયુલ્સ પૂરાં કર્યાં

-આમિર ખાન પહેલીવાર અમિતાભ બચ્ચન સાથે ચમકી રહ્યો છે

મુંબઇ તા.૭

 મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટને ચમકાવતી ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનની ટીમ થાઇલેન્ડ જવા રવાના થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

યશ રાજ ફિલ્મ્સ માટે આ ફિલ્મનું નિર્દેશન વિજય કૃષ્ણ આચાર્ય કરી રહ્યા છે.  આ ફિલ્મમાં બ્રિટિશ રાજને હંફાવતી એક જમાનાની ઠગ ટોળીની વાત સમાવી લેવામાં આવી છે. આ ફિલ્મમાં અમિતાભ અને આમિર ઉપરાંત કેટરિના કૈફ અને દંગલ ફેમ ફાતિમા સના શેખ ચમકી રહી છે. 

અત્યાર અગાઉ આ ફિલ્મનંા બે શિડયુલ્સ પૂરાં થયાં હતાં જેમાંનું એક મુંબઇમાં અને બીજું માલ્ટામાં યોજાયું હતું. હાલ કેટરિના સિવાયના ત્રણે મુખ્ય કલાકારો અમિતાભ, આમિર અને ફાતિમા થાઇલેન્ડ જવા રવાના થયાં હતાં. કેટરિના પોતાની રજૂ થનારી ફિલ્મ ટાઇગર જિંદા હૈના પ્રમોશનમાં બીઝી હોવાથી હાલ રવાના થઇ નથી. એકવાર ફિલ્મના પ્રમોશનથી પરવારે એટલે એ પણ થાઇલેન્ડ જવા રવાના થશે એમ યશ રાજના એક પ્રવક્તાએ કહ્યું હતું. થાઇલેન્ડમાં મહત્ત્વના શોટ્સ લેવાના છે એવું પણ જાણવા મળ્યું હતું.

આ પ્રવક્તાએ કહ્યું કે યશ રાજના બોસ તરફથી તમામ યુનિટ મેમ્બર્સને તાકીદ કરવામાં આવી હતી કે મોઢું બંધ રાખજો. કોઇની સાથે ફિલ્મની કોઇ પણ વાત કરવાની નથી. સ્ટોરી અને પાત્રો વિશેની તમામ વિગતો હાલ ગુપ્ત રાખવામાં આવી રહી છે.

Post Comments