Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંજય દત્ત અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ચમકશે

-પ્રકાશ ઝા ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છે

-હીરોઇન હજુ નક્કી થઇ નથી

મુંબઇ તા.૧૪

ટોચના ફિલ્મ સર્જક પ્રકાશ ઝાની આગામી એક ફિલ્મમાં સિનિયર અભિનેતા સંજય દત્ત અન ેસિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ચમકશે એવી માહિતી મળી હતી.

પ્રકાશ ઝા આ ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છે. હાલ જો કે વધુ વિગતો જાહેર થઇ નથી પરંતુ મળતી માહિતી મુજબ બંને અદાકારોએ પ્રકાશ ઝાને હા પાડી દીધી હતી. ઔપચારિક કરાર વગેરે હજુ બાકી છે. હીરોઇનની તલાશ પણ ચાલુ છે.

આ વર્ષની આખર સુધીમાં આ ફિલ્મ ફ્લોર પર જશે એવું પ્રકાશ ઝાની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું. પ્રકાશ ઝાની છેલ્લી ફિલ્મ જય ગંગાજલમાં ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ એક ટફ અને ઇમાનદાર પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો પરંતુ આ ફિલ્મને ગંગાજલ જેવી સફળતા બોક્સ ઑફિસ પર મળી નહોતી.

સંજય દત્ત પાસે અત્યારે અડધો ડઝનથી વધુ ફિલ્મો છે. એ હાલ કરણ જોહરની કલંક ઉપરાંત સાહિબ બીબી ઔર ગેંગસ્ટર થ્રી, કલંક, શમશેરા, હાઉસફૂલ ફોર, તોડબાજ, પ્રસ્થાનમ અને પાણીપત જેવી મોટા બેનરની અને મેગા બજેટ ફિલ્મો કરી રહ્યો છે.

Post Comments