Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિરાટ કોહલી અનુષ્કા શર્મા નવા ફલેટમાં સાથે રહેવાની તૈયારીમાં

- બન્નેને ફલેટ પાસે સાથે જોતા ચર્ચા

મુંબઇ,તા. ૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લાંબા સમયથી ચર્ચામાં છે. તેમની સગાઇના સમાચાર પણ વારંવાર સાંભળવા મળે છે. હવે સૌથી લેટેસ્ટ સમાચારએ છે કે આ કપલ તાજેતરમાં મુંબઇના વરલીના ફ્લેટ પાસેદેખાયું હતું. તેમની તસવીર સોશયલ મીડિયા પર ફરી રહી છે.

થોડા મહિના પહેલા અનુષ્કા-વિરાટ મુંબઇના વરલનીમાં ઘર જોઇ રહ્યા હોવાની વાત બહાર આવી હતી. એ પછી તેમણે ઓમકારમાં ફ્લેટ પણ બુક કરાવ્યો હતો. બહુમાળી મકાનના ૩૫મા ફ્લોર પર અનુષ્કા વિરાટે ફ્લેટ લીધો હોવાની ચર્ચા છે. હવે એવું સાંભળવા મળ્યું છ ેકે બન્ને જણા આ ફ્લેટને પોતાની મનપસંદ રીતે સજાવવાની તૈયારી કરી રહ્યા છે. તેથી જ બન્ને વરલીના બ્લિડિંગ પાસે જોવા મળ્યા હતા.

હવે આ યુગલ લિવઇન રિલેશનશિપમાં રહેવાની તૈયારીકરી રહ્યુ ંછે કે પછી લગ્ન પહેલાની તૈયારી થઇ રહી છે તે તો સમય જ જણાવશે. જોકે હાલ બન્ને પોતપોતાની કારકિર્દીને લઇને ગંભીર છે. જોકે પોતાના સંબંધ અને સગપણ બાબતે બન્ને વાત કરવા રાજી નથી.

Post Comments