Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય ધર્મ- સંસ્કૃતિમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું યોગદાન

સમગ્ર ભારત દેશને વૈષ્ણવતાનો ચિરંજીવી સંદેશો આપનાર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું પ્રાક્ટય વિક્રમ સં. ૧૫૩૫નાં ચૈત્રીય વદી એકાદશીને રવિવારે થયું. મથુરાની જેલમાં શ્રી

વાસુદેવ દેવકીજીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણે, ચતુર્ભુજરૃપે દર્શન ફરીથી પ્રગટ થવા વચન આપેલું જેના અવતારરૃપે અગ્નિકુંડમાંથી વૈશ્વાનર સ્વરૃપ એવા મહાપ્રભુજી શ્રીમદ્

વલ્લભાચાર્યજીનું પુનિત પ્રાગટય થયું.

શ્રી વલ્લભજીએ માત્ર દસ વર્ષની વયે જ ભારતભરમાં ધર્મનાં ઉત્થાન માટે પરિભ્રમણ કરવાની શરૃઆત કરેલી. ત્યારથી જ તેમણે નિયમ બનાવેલો કે જીવનભર ખુલ્લા ચરણે ફરવા,

પગમાં  પાદુકા ન પહેરવા. આજીવન સીવેલા  વસ્ત્રો ન પહેરવા, પણ ફક્ત દ્યોતી અને ઉપરણું ધારણ કરવું. યાત્રામાં ગામની બહાર કોઈ વૃક્ષ નીચે મુકામ કરવો. આમ સાચા

સંત,ધર્મગુરૃની સરળતાની સાદગીનું ઉત્તમ ઉદાહરણ એમણે જગતને પોતાના આચરણ દ્વારા આપ્યું.

શ્રી મહાપ્રભુજી એ જણાવ્યું હતું કે, શ્રીમદ્ ભાગવતજી એ શ્રીનાથજીનું સ્વરૃપ છે. પ્રભુનાં નામ સ્મરણમાં ઠાકોરજી સ્વંય બિરાજે છે. શ્રી મહાપ્રભુજીએ ઇશ્વરને પ્રાપ્ત કરવાનો સરળમાર્ગ, જે

આગળ જતાં પુષ્ટિમાર્ગ લોકોને આપ્યો. પુષ્ટિ એટલે કૃપા. ઠાકોરજીના દ્રઢ આશ્રય કરવાથી, પ્રભુની કૃપા મળે છે.

આચાર્ય ચરણને સંવત ૧૫૬૩ (ઇ.સ.૧૫૦૬) શ્રાવણ સુદી ૧૧ (તા.૩૦ જુલાઈ, ૧૫૦૬)નાં રોજ મધ્યરાત્રિએ સાક્ષાત, શ્રીજી બાવાએ દૈવી સજીવોનાં ઉદ્ધાર માટે બ્રહ્મ સંબંધ કરાવવાની

આજ્ઞાા આપી હતી. એ દિવસ આજે પુષ્ટિમાર્ગનો પ્રાગટય દિન મનાય છે, જે પવિત્રા એકાદશીના શુભ દિન પણ હતો. પ્રથમ બ્રહ્મ સંબંધ શ્રી દામોદરદાસ હરશાનીજીને આપ્યો.

પુષ્ટિમાર્ગમાં બ્રહ્મ- સંબંધ એ વૈષ્ણવોની દિશા ગણાય છે, જેનો દિવ્યમંત્ર 'શ્રી કૃષ્ણ : શરણમમ્' છે. આ મંત્ર લોક પરલોકનું કલ્યાણ કરનાર છે.
શ્રી મહાપ્રભુજી એ જ અનેક ગ્રંથોની રચના કરી તે ષોડલગ્રંથો તરીકે મનાય છે. તેમાં ' સુબોધિનીજી, તત્વાર્થ દીપ નિબંધ, પત્રાવલંબન, શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર, યમુનાષ્ટ રકમ, શિક્ષા ,

શ્લોકા, સિધ્ધાંત મુક્તાવલી શાસ્ત્રાર્થ નિબંધ પ્રમુખ છે, જેનો સારાંશ છે,
પુષ્ટિમાર્ગમાં બધું જ ભગવતકૃપા પર અવલંબિત છે. પ્રભુ પોતાનાં વિશિષ્ટ પ્રમેય બળથી જીવનો ઉધ્ધાર કરે છે. પુષ્ટિમાર્ગમાં સર્વેને અધિક સ્નેહ કરી આંતરધર્મ સાધી, બધા માનવ-

જીવોમાં ભગવદ્ અંશ નિહાળવો અને એમનાં હિત- કલ્યાણનો સાધી, બાહ્યધર્મ સિધ્ધ કરવો. ભગવદ્ ગીતામાં પણ જણાવવામાં આવ્યું છે કે, સનાતન કાળથી તમામ જીવોમાં મારો જ અંશ

રહેલો છે.
શ્રી વલ્લભાચાર્યના વિચારોમાં શરણભાવ છે. ભાગવત્ નો  સર્મપણ ભાવ છે, તો ગોપી- રાધાનો સેવા-પ્રેમ છે. આમ એમની બેઠકમાં શરણ, સમર્પણની ઉચ્ચ ભાવનાનો ત્રિવેણી સંગમ

જોવા મળે છે.
તેમના અનુસાર પ્રભુની પ્રસાદીરૃપે મળેલું જીવન મિથ્યા નથી. જગતથી દૂર ભાગવાની જરૃર નથી. આ ઇશ્વરે સર્જન કરેલી દુનિયા એ એમની શ્રેષ્ઠ કૃતિ છે. તેને માણો અને તેની સુંદરતા

અનુભવો પરમાત્માને મેળવવા સન્યાસી બનવાની જરૃરત નથી. ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુનું શરણું સ્વીકારો. પરમાત્માએ બનાવેલા બધા જીવો સમાન છે. ઉંચ-નીચનો ખ્યાલ છોડો.

બધામાં જ ભગવાન વસે છે.
પાંચસો વર્ષ પહેલાં શ્રી વલ્લભાચાર્યે વૃક્ષનો મહિમા જગત્ સમક્ષ આપ્યો, એમણે જણાવ્યું કે વૃક્ષમાં પણ ઇશ્વરનો વાસ છે. વૃક્ષ પણ વૈષ્ણવ છે, એટલે વૃક્ષોની સાર-સંભાળ એ વૈષ્ણવોની

સેવા બરાબર છે.
પરમાત્માને પામવા માનવ જાત-જાતની સાધના અને ભક્તિ કરતો આવ્યો છે, પણ તેમાં તેને બહુ સફળતા મળતી નથી. મહાપ્રભુ વલ્લભાચાર્ય અનુસાર જે નિ:સાધન, નિર્મળ, નિરહંકારી

બની ને રહે છે. તેને જ પ્રભુ ઇચ્છાથી, પ્રભુ સ્વયં એમની પાસે જાય છે, તેમની આગળ પોતાનું સ્વરૃપ પ્રગટ કરે છે.
શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય પાછળનો મુખ્ય ઉદેશ હતો, કલિકાલમાંના ભવરમાં ભટકતો જીવ, પોતાના મુખ્યવરણને સમજીને ભગવાન શ્રીકૃષ્ણને શરણે આવે, સદાય તેનાં પ્રિયભક્ત

બની, સર્વામય જીવન ગાળે.
- પરેશ અંતાણી

Post Comments