Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવેકાનંદ જન્મદિન નિમિતે સ્વામી વિવેકાનંદનાં અણમોલ વિચારો યુવાનોને

ખૂબ ઉંડી માનસિક સ્વસ્થતા જાળવો. મુશ્કેલીઓ સામે લડવાથી જ મહાન કાર્યો પાર પડે છે. તમારા સર્વશક્તિમાન સ્વભાવને તમારી મદદે બોલાવો. અને આખુયે વિશ્વ તમારે ચરણે પડશે.' આપણે દુરબળ છીએ, દુરબળ છીએ, દુરબળ છીએ' એવી દયાજનક ચીસો મૂર્ખાઓ જ પાંડે છે.

- વેદાંત કહે છે  :  ' હું નિર્બળ છું, પાપી છું, દયાજનક પ્રાણી છું, મારામાં કાંઈ શક્તિ નથી, હું આ કરી શકું તેમ નથી, તે કરી શકું તેમ નથી.' આમ બોલવા જેવી બીજી એકેય ભૂલ નથી. જુના ધર્મો કહેતા કે જે ઇશ્વરમાં માંને નહિ તે નાસ્તિક છે. નવો ધર્મ કહે છે જેને પોતાનામાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે.

- ઉભા થાઓ, હિંમત ધરો, મજબૂત બનો, તમારા પર પૂરેપૂરી જવાબદારી લો, અને તમારા ભાગ્યનાં ઘડવૈયા તમે જ છો તેમ જાણો. તમને જરૃર હોય તેવી બધી શક્તિ, બધી સહાય તમારી અંદર જ છે, તેથી તમારૃં ભવિષ્ય તમે જ સર્જો. આપણે રોગી છીએ એમ નિરંતર વિચાર કર્યા કરવાથી કંઈ નીરોગી થવાતું નથી.

- મનુષ્ય પ્રકૃતિ ઉપર પોતાની સત્તા જમાવવા પ્રયત્ન કરે ત્યાં સુધી તે ખરો મનુષ્ય છે. અને આ પ્રકૃતિ આંતરિક તેમજ બ્રાહ્ય બંને છે. બ્રાહ્ય પ્રકૃતિ ઉપર વિજ્ય મેળવવો તે ભવ્ય છે, મોટી વાત છે, પણ આંતર પ્રકૃતિ પર વિજ્ય મેળવવો તે ઘણું વધારે ભવ્ય છે.

- યુવાનો યાદ રાખો કે બીજા પ્રાણીઓની સરખામણીમાં માનવી વધારે ઉંચો છે. દેવો કરતાં પણ તે વધારે ઉંચી પંક્તિનો છે. મનુષ્યથી વધારે ઉંચુ કોઈ નથી. દેવોને પણ મોક્ષ મેળવવા માનવ શરીર ધારણ કરવું પડે છે. માત્ર મનુષ્ય જ મોક્ષ મેળવી શકે છે.

- યુવા મિત્રો અત્યારે દેશને વ્રજ જેવી માંસપેશીની, પોલાદી સ્નાયુઓની જરૃર છે. પ્રબળ ઇચ્છાશક્તિની જરૃર છે, યુવાનોએ બળવાન બનવું જોઈએ. ભદવદગીતાના અભ્યાસ કરતાં મેદાની રમતો દ્વારા તમે ઇશ્વરની વધારે નજિક જઈ શકશો. સબળ અને સ્નાયુબધ્ધ શરીર હશે તો તમે ગીતાજી વધારે સારી રીતે સમજી શકશો. જુવાનીનું જોમ તમારી નાડીમાં હશે તો તમે શ્રીકૃષ્ણની મહાન પ્રતિભાને વધુ સારી રીતે પચાવી શકશો.

- આ દુનિયા નિર્માલ્યો માટે નથી. નાસી જવાનો પ્રયત્ન કરતાં નહિ. જાગ્રત થાઓ, પ્રગતિશીલ બનો, માનવજીવન ક્ષણભંગુર છે, તો એના જીવન સંભારણ મુકી જાઓ, નહીં તો પછી તમારામાં તથા પથ્થરમાં ફેર શો ? તમારામાં રહેલી દિવ્યતા પ્રકટ કરો.

- મનુષ્ય શરીરમાં જીવની પૂજા એ જ એકમાત્ર ઇશ્વરની પૂજા છે. એ ખરૃં છે કે બીજા પ્રાણીઓ પણ મંદિર છે, પરંતુ મનુષ્ય એ સર્વોતમ મંદિર છે, સર્વમંદિરોમાં તાજમહેલરૃપ છે. જો હું એ મંદિરમાં પૂજા ન કરી શકું તો પછી બીજું કોઈ મંદિર મને કાંઈ લાભ કરી શકશે નહિ.

- નિરાશા એ ધર્મ નથી. હંમેશા હસતા રહો. ખુશનુમા સ્વભાવ રાખો, ખુશનુમા સ્વભાવથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલ્દી ઇશ્વરની નજીક પહોંચાય છે. જેમ આપણાં  મનમાં વધારે શાંતિ અને ઓછો ગભરાટ તેમ આપણામાં પ્રેમનું પ્રમાણ વધારે અને આપણું કામ વધારે સારૃં. માલિકની માફક રહો, દાસની માફક નહિ. નિરંતર કાર્ય કરો પણ દાસત્વ કે ગુલામી નહિ.

- ક્યારેય પોતાની જાતનો અનાદાર ના કરો, જે માણસ પોતાની જાતનો અનાદાર કરવા લાગે છે, તેને માટે વિનાશનાં દ્વારા ખુલી જાય છે. આગળ વધવા માટે આત્મશ્રધ્ધા આવશ્યક છે.

- કંઈપણ માંગો નહિ, કંઈ પણ બદલો ઇચ્છો નહિ. જે આપવાનું હોય તે આપી દો. તે પાછું તમારી પાસે આવશે. હજારગણું થઈને તમારી પાસે આવશે. સ્વાર્થીપણું તે નિતિ વિરૃધ્ધ છે. આપણે યાદ રાખીએ કે આપણે બધા દુનિયાના દેવાદાર છીએ. દુનિયાને માટે આપણે કાંઈ કરી શકીએ તો આપણને એ એક મહાન તક મળી છે એમ સમજવું.

દુનિયાને મદદ કરવામાં આપણે આપણી જાતને જ મદદ કરીએ છીએ. મહાન બનો. સમર્પણ કર્યા વિના કોઈપણ મહાન કાર્ય થઈ શક્તું નથી. હંમેશા 'દાતા' બનો.

- ઉભા થાઓ, જાગૃત થાઓ અને જ્યાં સુધી લક્ષ્યસ્થાને પહોંચો નહિ ત્યાં સુધી અટકો નહિ.

- અશોક પી. ઉપાધ્યાય

Post Comments