Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'શિવાલય એટલે જ હિમાલય'

ભારત વર્ષમાં ' હિમાલય એટલે શિવાલય'. જે સારા વિશ્વને મહાદેવજી, શિવજીની સાક્ષાત મૂર્તિ સમાન દૃષ્ટિગોચર થાય છે. તપસ્યામાં લીન રહેતો યોગી સિધ્ધપુરુષ અડગ રીતે ધ્યાનસ્થમાં દર્શનીય છે. સારા જગત, વિશ્વને માટે પ્રેરણાદાયી, શિવ એટલે કલ્યાણ.

પરમ કૃપાળુ પરમાત્મા સારા જગત પર બા- અદબ રીતે કૃપા વરસાવે છે. મનુષ્યનો જન્મ થવો, સારી દુનિયાના નજારાને માણે છે. નિ:સ્વાર્થ પણે સંસારમાં સાચો માણસ વર્તે છે. કોઈની દરમ્યાનગીરી કે, દખલ-ગીરીનો પ્રવેશ થાય ત્યારે તકલીફો ઊભી થાય છે. માનવ- માનવ વચ્ચે- સંબંધકર્તા કે વ્યવહારિક રીત રસમને અનુસરે છે. એ સહજ છે. પરસ્પરની મુશ્કેલી કે ઉલઝનને સમજીને નિવેડો લાવનાર પણ માણસ છે.

ભારત વર્ષમાં ' હિમાલય એટલે શિવાલય'. જે સારા વિશ્વને મહાદેવજી, શિવજીની સાક્ષાત મૂર્તિ સમાન દૃષ્ટિગોચર થાય છે. તપસ્યામાં લીન રહેતો યોગી સિધ્ધપુરુષ અડગ રીતે ધ્યાનસ્થમાં દર્શનીય છે. સારા જગત, વિશ્વને માટે પ્રેરણાદાયી, શિવ એટલે કલ્યાણ. સુખદાયી, સારી ભાવના વગેરેનો સ્ત્રોત વહે છે.

હિમાલય એટલે શિવજીનું તન તેમજ ખીણોની પરંપરા તે પાર્વતીજીનું સ્વરુપ મનાય છે. વચ્ચે વહેતી નદી ગંગા જે જટામાંથી નીકળતી હોય છે. કુદરતી રીતે ઁની આકૃતિ કે આધ્યાત્મિક સંજ્ઞાા રચાય છે. જે જગતની સુખાકારી માટે. જગતની ઉપાસના કે ભક્તિ યોગ દ્વારા પરમકૃપાળુ શિવજીની કૃપા કે અનુભૂતિ મેળવી શકાય છે.

આપણા ભારતદેશમાં પ્રેરણાદાયી તપસ્વી સિધ્ધપુરુષ સમો અડગ ધ્યાનસ્થ હિમાલયમાં કેટલાયે સિધ્ધપુરુષ, ઋષિમુનિઓ, અજરા અમર હોય છે. જે સાત્વિક કે ભાવિક ભક્તજનને દર્શન આપે છે. દુ:ખિયારાને સુખાકારી આશીર્વાદ પણ આપી દેતા જાણતા હોય છે.

પરમ કૃપાળુ પરમાત્માનું શરણું પામવાને માટે સાધુ કે ગુરુનું માર્ગદર્શન કે દિગ્દર્શન જરુરી છે. નિ:સ્વાર્થ પણે ગોચર વિશ્વમાં વિચારતા હોય છે. જે ગમે તે સ્વરુપ લઈને સારા જગતનું કલ્યાણ કરવાને કાબેલ હોય છે.

સારા સંસારમાં અનેક પ્રકારના તર્કવિતર્ક મનુષ્યમાં ડૂબેલો હોય છે. કોઇ જગતને નિત્યમાને છે. કોઈ અનિત્ય માને છે સમસ્ત વિશ્વમાં વસતો કોઈ માણસ, શ્રદ્ધા, વિશ્વાસ, આસ્થાના બળે પોતાના ધ્યેય કે લક્ષ્ય સિધ્ધ કરતો હોય છે. પરમાત્માની ઉપાસના કરી લઈએ તો પ્રેરણાદાયી સ્ત્રોત આપણા જીવનમાં વહેતો હોય છે.

ભગવાન શંકરની ઉપાસના કરવાને વ્રત, ઉપવાસ, બિલીપત્ર, દૂધ, પાણી, કિંમતી દ્રવ્યો દ્વારા શિવજીની ઉપાસના કે પૂજા કરવાની થાય છે. જેના દ્વારા સમર્પણ ભાવ ઉદિત થતો હોય છે. શિવજી સારાજગતના કલ્યાણાર્થે શરીર રહિત બન્યા છે. જે બિંદુ સ્વરુપે લિંગ સ્વરુપે. બિરાજમાન છે. દૂધ, પાણીના અભિષેકમાત્રથી શિવજી ખુશ રહે છે. શિવસ્ત્રોત પણ શ્રેષ્ઠ છે.

ઘોરજંગલમાં પારધી અને હરણાંની કરમ કહાનીમાંથી શિવજી પારધી પર ખુશ થાય છે, બિલીપત્રોના અભિષેક થકી રુદ્દાભિષેકનો પાઠ જો કરવામાં આવે તો પણ શ્રેષ્ઠતમ ફળ મળે છે. પંચાક્ષરી-શિવમંત્ર ખૂબ જ ચમત્કારી ગણાય છે. જે સરળ છે. બોલવામાં ટૂંકો હોવાથી યાંત્રિક, વાજિત્રમાં પણ સરળતાથી વગાડી શકાય છે.

હિમાલય એ ભારતનું મોટામાં મોટું શિવાલય ગણાય જેથી ભૌગોલિક તેમજ દુશ્મન દેશોથી રક્ષણ થાય છે. ઠંડા પવનોથી રક્ષણ પણ થાય છે. બા- અદબ ઉભો હિમાલય એ સિધ્ધ પુરુષસમો ધ્યાનસ્થ મુદ્દામાં તપસ્વી યોગેશ્વરને પ્રણામ નમસ્કાર... તેની ગોદમાં જ અઢળક વનસ્પતિ સભર જુડીબુટ્ટીઓ દ્વારા માનવતા- અનર્થો કે કસ્ટો દૂર કરવાને સક્ષમ હોય છે. મૂંઝાયેલાને પ્રસન્ન મુખ મુદ્દામાં ફેરવી દે છે.' હિમાલય એટલે જ શિવાલય.'

- પરેશ જે. પુરોહિત


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments