Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંસદ બંધમાં ય સ્વાર્થ સર્વોપરી

નવી દિલ્હી,તા.૭
વડાપ્રધાન આજે લોકસભામાં પ્રશ્નોતરી દરમિયાન ઉપસ્થિત હતા, પરંતુ ખલેલ ચાલુ રહી હતી. સંકેતો એવા જણાઇ રહ્યા છે કે સંસદનું શિયાળુ સત્ર 'વોશ આઉટ' ભણી ધકેલાઇ રહ્યું છે. આજે સતત ૧૬માં દિવસે એમાં વિક્ષેપો ઉભા થયા. ગૃહની હવે ફક્ત સાત બેઠકો (સીટીંગ) બાકી છે. મોટી નોટોને ચલણમાંથી રદ કરાઇ એ મુદ્દે બાખડી રહેલા સરકાર અને વિપક્ષ અહીંથી ક્યાં જશે ? લડાઇ બે નિયમો બાબત છે - સરકાર નિયમ ૧૯૩ અંતર્ગત ચર્ચા કરવા માગે છે. આ નિયમ હેઠળ ચર્ચા પછી મતદાન કરવાનું રહેતુ નથી, જ્યારે વિપક્ષ નિયમ-૧૮૪ અંતર્ગત ચર્ચા ઇચ્છે છે કે જેથી નિયમાનુસાર ચર્ચા પછી મતદાન યોજી શકાય. રસપ્રદ બાબત એ છે કે સરકાર અને વિપક્ષ - બંનેને મડાગાંઠમાંથી મલાઇ ખાઇ લેવી છે.

સરકારે ચિંતા કરવી રહી
સરકારના રણનીતિકારોના મતે વોશ આઉટનો અર્થ વિપક્ષ કાળા નાણાંનો ટેકેદાર છે એવો થશે, પરંતુ એમને ચીઢ ચઢે એવું એ બન્યું કે ભાજપ નેતા એલ.કે. અડવાણીએ સંસદ ઠપ થવા બદલ એમના પક્ષને જ દોષિત ઠરાવ્યો છે.

એમણે કહ્યું કે ગૃહના અધ્યક્ષ અને સંસદીય બાબતોના પ્રધાન ગૃહ ચલાવતા નથી. વિપક્ષ હમેશથી કહી રહ્યો છે કે વોશ આઉટનો અર્થ એવો થશે કે સરકાર વિપક્ષની સામે આવતા ગભરાય છે. વિપક્ષે ઉમેર્યુ છે કે મોટી નોટો ચલણમાંથી રદ કરવાની કામગીરીના અમલમાં રહેલી ત્રુટિઓના પરિણામે જેમને રોકડ મેળવવા કતારોમાં ઉભા રહેવું પડે છે એ લોકો માટે સરકાર સાથે વિવાદ છે. સંગઠિત અને બિનસંગઠિત બંને ક્ષત્રોની લાખો ફેકટરીઓમાં આજે પગારનો દિવસ છે. અને લાઇનો તો લાંબી ને લાંબી જ થવાની છે, એમ વિપક્ષી નેતાઓ જણાવી રહ્યા છે.

વિપક્ષને ય ઝાઝો લાભ નથી..!
સંસદીય નિરીક્ષકોને લાગે છે કે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંઘે જેને ''નોટો રદ થયા પછીની યાદગાર ગેરવ્યવસ્થા'' ગણાવી છે એને ઉઘાડી પાડવાના બદલે સંસદમાં ખલેલ ઉભા કરતા રહેવાની વિપક્ષની વર્તમાન નીતિ એને ઘણો બધો રાજકીય લાભ કરાવશે નહિ. વિપક્ષે સરકારને ગૃહમાં ઉઘાડા પાડવાનો પ્રયત્ન કરવો જોઇએ, એમ એમણે જણાવ્યું.

એનડીએ ને મોટો ઝટકો
તમિલનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતાની ચિરવિદાયથી કેન્દ્રની એનડીએ સરકારને મોટા ઝટકારૃપ છે. જો કે  સ્વ.જયલલિતાની પાર્ટી ઓલ ઇન્ડિયા અન્ના ડીએમ કે એનડીએની ઘટક નથી. પરંતુ સંસદમાં અને સંસદ બહાર એ અનેક મુદ્દે એનડીએનો આધારભૂત સાથી પક્ષ હતી.જયલલિતાના વડાપ્રધાન મોદી ગુજરાતનાં મુખ્ય પ્રધાન હતા. ત્યારથી એમની સાથે અને અન્ય ભાજપ નેતાઓ સાથેનાં સંબંધોના લીધે ઉપરોક્ત રાજકીય સહયોગ શક્ય બન્યો હતો. એનડીએ સરકાર તમિલનાડુને જેની સામે તીવ્ર વાંધો હોય  એવા મુદ્દે પણ જયલલિતાના ટેકા પર આધાર રાખી શકતી. દ્રવિડ પક્ષો ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ના વિરોધી હતા, પરંતુ એનડીએની જયાં બહુમતી નથી એ રાજયસભામાં જીએસટી ખરડો સહેલાઇથી પસાર થઇ જાય એ માટે એઆઇએડીએમકે ના સાંસદોએ સદનમાંથી ગૃહત્યાગ કર્યો હતો.

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ટેકો જરૃરી
લોકસભામાં ૩૭ સાંસદો સાથે એઆઇએડીએમકે ગૃહમાં ત્રીજો સહુથી મોટો પક્ષ છે. એના રાજયસભામાં ૧૩ સાંસદો છે. અને ત્યાં એ ચોથા ક્રમે છે. આગામી વર્ષે નવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે ત્યારે એનડીએ એઆઇએ ડી.એમ.કે પક્ષના ટેકા પર આધારિત છે. પોતાના ઉમેદવારને રાષ્ટ્રપતિપદે ચૂંટી લાવી શકે એટલા સભ્યોનું સંખ્યાબંધ એનડીએ પાસે સંસદ કે રાજયની વિધાનસભાઓમાં નથી.

જયા રાજયસભામાં
રાજકારણના જુના જોગીઓએ યાદ કરતાં જણાવ્યું કે ઇ.સ. ૧૯૮૪મં સ્વ. જયલલિતા જયારે રાજયસભામાં ચૂંટાયા ત્યારે એ ૩૬ વર્ષનાં હતા.- રાજયસભામાં ચૂંટાવા માટે જરૃરી (૩૫ વર્ષની) વય કરતાં એક જ વર્ષ મોટા. ગૃહમાં તેઓ ૧૮૫ નંબરની બેઠક પર બેસતા. આ બેઠક પર એક જમાનામાં દુર્લભ દ્રવિડ નેતા સી.એન.અન્નાદુરાઇ વર્ષો સુધી બેસતા રહ્યા હતા. રૃકીના સાંસદ તરીકે જયલલિતાએ આપેલા પ્રથમ ભાષણની તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધી સહિત અનેક નેતાઓએ પ્રશંસા કરી હતી. એમ આ જૂના જોગીઓએ યાદ કરતાં કહ્યું.

- ઇન્દર સાહની

Keywords dilli,ni,vat,08,december,2016,

Post Comments