Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હુમા કુરેશી: રજનીકાંત એક અદભૂત વ્યક્તિત્વ

હુમા  કુરૈશીએ હાલમાં   સુપરસ્ટાર રજનીકાંત સાથે 'કાલા'  ફિલ્મમાં  કામ કર્યું છે. ટૂંકમાં  આ ફિલ્મ  રિલીઝ  થશે. સુપરસ્ટાર રજનીકાંતની  આભા અને આ છબી જોઈ  હુમા  લગભગ આભી બની ગઈ   હતી. 

એણે કહ્યું કે સુપરસ્ટારનો નમ્ર અને  વિવેકી  સ્વભાવ જોઈ એને આશ્ચર્ય  થયું હતું.  હુમા આ ૬૭   વર્ષના  સુપરસ્ટાર  સાથે પહેલીવાર કામ  કરી રહી છે. આ  ફિલ્મમાં  રજનીકાંત ધારાવીમાં રહેતા શક્તિશાળી ડોનની ભૂમિકા  ભજવશે.

હુમાએ કહ્યું કે રજનીકાંત અંગત જીવનમાં અત્યંત આધ્યાત્મિક વ્યક્તિ છે એના મનમાં  રજનીકાંતની જે  છબી હતી એનાથી  રજનીકાંત અત્યંત જુદો જ  સ્વભાવ ધરાવે છે.  એ શૂટીંગના સેટ પર ભૂતકાળની વાતો કરતા રહેતા હતા. બસ કન્ડક્ટરથી સુપરસ્ટાર સુધીની સફરનું વર્ણન રજનીકાંત બહુ ઉત્સાહપૂર્વક કરતા હતા. વિરાટ લોકપ્રિયતા અને  લાખો ફોલોઅર્સ ધરાવતી વ્યક્તિ આટલી નમ્ર અને મિલનસાર હોઈ શકે એ માનવું એના માટે ખરેખર મુશ્કેલ બન્યું હતું. 

રજનીકાંત ભારતના સૌથી લોકપ્રિય સુપરસ્ટાર હોવા છતાં એમને સ્ટારડમ સ્પર્શી નથી શક્યું એ બાબત  આશ્ચર્યજનક હતી.  આ  ફિલ્મનું શૂટીંગ શરૃ થયું એની પહેલા જ એ રજનીકાંતથી અભિભૂત થઈ ગઈ હતી.  શરૃઆતમાં  એને  સહેજ સંકોચ હતો પરંતુ શૂટીંગ શરૃ થયા પછી એને પ્રતીતિ  થઈ કે આટલા દિગ્ગજ સ્ટાર છતાં રજનીસર અત્યંત સરળ છે. નિર્દેશકનો શબ્દ સેટ પર આખરી હતો અને રજનીકાંતે કોઈક દિવસ એમાં દખલ  નથી કરી.

હુમા માટે  કાલા ફિલ્મની સફર એની જોની એલએલબી- ટુની  રિલિઝ પછી તુરંત જ શરૃ થઈ ગઈ હતી.  આ  ફિલ્મની  રિલિઝના  ગણતરીના  કલાકોમાં  એને રજનીકાંતના જમાઈ ધનુષનો   ફોન આપ્યો હતો.  એમને એલએલબી- ટુ માં  હુમાનો   અભિનય પસંદ આવ્યો હતો.  હુમા  વાર્તા  સાંભળવા ચેન્નાઈ ગઈ  અને  કાલાની વાર્તા ગમી ગઈ. 

રજનીકાંતની  કોઈપણ  ફિલ્મમાં એ- સ્વયં  છપાઈ જાય  છે અને અભિનેત્રીઓને  ફાવે તો ભાગ્યે જ કંઈક કરવાનું આવે છે.  પરંતુ આ ફિલ્મ  ક્લાકિ રજનીકાંતની હોવા છતાં એવું નહોતું કે મહિલાઓને  ભાગે નાનકડી  અને નગણ્ય  ભૂમિકાઓ  આવે.  હુમાનું  માનવું છે કે પર્ફોર્મન્સની  દ્રષ્ટિએ  આ  ફિલ્મ સાથે  સંકળાયેલા હર કોઈ કલાકાર-કસબીને  પ્રતિભા દર્શાવવાની  તક મળી હતી.  આ ફિલ્મમાં  બોલીવુડના  નાના પાટેકરની પણ નાનકડી ભૂમિકા  છે.

Post Comments