Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પરેશ રાવલ : હાલ બોલીવૂડનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે

પરેશ  ઈચ્છે  છે કે દર્શકો  એની  ફિલ્મ અથવા નાટક જોઈ થિએટરની  બહાર નીકળે ત્યારે કશુંક નવું જોયાના  સંતોષ સાથે નીકળે. દર્શકોને  કશુંક  વિચારતા  કરી નાખવાનો  આશય પરેશનો  છે. સ્ટેજ પર કર્ટન ડાઉન થાય ત્યારે દર્શકોના ચિત્તના  અને હૃદયના કર્ટન ઉઘડી જવા જોઈએ. પરેશ  માને  છે કે પ્રત્યેક  કલાકારની આ જવાબદારી  છે.

પરેશ રાવલે   ફિલ્મી  કારકિર્દીની શરૃઆત ૮૦ના દાયકાની  શરૃઆતમાં કરી  હતી.  બહુ જલદી એનું નામ દેશના ટોચના  કલાકારોની  હરોળમા  આવી ગયું. આ  કલાકારે  રંગમંચ પર પોતાની  આગવી કેડી કંડરી  છે. હકીકતમાં  અભિનયની  શરૃઆત જ તખ્તા પર  કરી હતી. વર્ષ  ૨૦૧૨માં  એના નાટકના  આધારે  'ઓએમજી' - ઓહ માય ગોડ' નામની ફિલ્મ બની હતી.   હવે  એના અન્ય    'ડિયર ફાધર'  પરથી આશુતોષ ગોવારીકરે  ફિલ્મ  બનાવવાની ઘોષણા  કરી  છે.

પરેશ  કહે  છે  કે  ડિયર ફાધરની ભજવણી ેના માટે મોટો પડકાર હતી કારણ કે   આ નાટક એના હૃદયની ઘણી નજીક હતું અને  આમા એની  બેવડી ભૂમિકા  હતી.  આના માટે કલાકારોની પસંદગી પણ  બેહદ મુશ્કેલ હતી. સદ્ભાગ્યે  પરેશને આ નાટકના લેખન અને અન્ય પાસાઓ માટે જોઈતા કલાકારો મળી ગયા. આ નાટકમાં  બે પેઢી વચ્ચેના સંબંધની અને સંબંધ વચ્ચેના સંઘર્ષની  વાત  કહેવામાં ાવી  છે.

આ નાટકમાં પૂછવામાં   આવ્યું  છે કે શા માટે અમુક  બાબતો  આપણે હળવાશથી  લઈએ છીએ.  નાટક એ પણ પ્રશ્ન પૂછે છે કે 'આઈ લવ યુ  કહેવા માટે શા માટે આપણે  લાંબો સમય  લઈએ છીએ. ત્યાર બાદ તખ્તા પર એક પ્રસંગ બને છે. કુટુંબના સભ્યો એ જાણતા  નથી કે મર્ડર  છે કે સ્યુસાઈડ.  એ પિતાની  ભૂમિકામાં  છે અને આ કેસની તપાસની   જવાબદારી એના શિરે  છે.

પરેશ  કહે  છે કે આ નાટક જોતા  આશુતોષને  આ વિષય  ગમી ગયો. એ તુરંત ફિલ્મ બનાવવા માંગતો હતો.   નાના પાટેકરે આ  નાટકના બીજનો આધાર લઈ મરાઠી  ફિલ્મ બનાવી  છે જે ૯મી ફેબુ્રઆરીએ રિલીઝ થઈ.  હકીકતમાં આસુતોષ આ  ફિલ્મ વહેલી  બનાવવા માંગતો હતો પરંતુ લેખક મરાઠી  ફિલ્મ માટે કરારબધ્ધ થઈ ગયો  હતો. આથી હિન્દી આવૃત્તિ  માટે એમણે  રાહ જોઈ.  ફિલ્મ મે મહિનામાં  ફ્લોર પર જશે.

પરેશ કહે  છે કે એમણે  વ્યવસાયી અભિનેતા  તરીકે કામ કરવાની શરૃઆત ૧૯૭૨માં  ગુજરાતી  તખ્તા  દ્વારા કરી હતી. એક કલાકાર તરીકે એણે  ૪૬ વર્ષથી યાત્રા પૂરી કરી  છે. એ હજી માને છે કે રંગમંચ  કલાકારના  મન પર અમીટ છાપ છોડી જાય છે. હવે વેબસીરીઝનો  જમાનો  છે. અને ઉત્તેજક વિષય-વસ્તુ લઈને નવું કંઈક થઈ રહ્યું છે. 

એ માને  છે કે હિન્દી સિનેમાનું સ્તર દિન-પ્રતીદિન  ઉપર જઈ રહ્યું છે. હિન્દી સિનેમાનો હવે સુવર્ણયુગ ચાલી રહ્યો છે. પરેશ માને  છે કે કોઈ ફિલ્મના  પાત્ર માટે તૈયારી કરવી અને નાટકના પાત્રને આત્મસાત કરવાની કોશિષ જુદી જુદી બાબત  છે. અભિનયત કરવાની ટેક્નિક બંને માધ્યમમાં   જુદી જુદી  છે. દર્શકોનો પ્રતિસાદ પણ જુદો  જુદો  હોય છે.

પરેશ  માને  છે કે તખ્તાની વાત આવે ત્યારે એને એક માત્ર  નામ નસીરુદ્દીન શાહનું નામ યાદ આવે છે. એણે   અત્યાર સુધી એવી કોઈ વ્યક્તિ સાથે કામ નથી કર્યું   જેની પ્રતિભા નસીરુદ્દીન શાહ જેટલી હોય. એને વર્ષ ૨૦૦૦માં  નસીરુદ્દીન સાથે કામ કરવાની તક સાંપડી હતી. એણે એક નાટકનું નિર્દેશન  કર્યુ ંહતુ.ં આમાં  માત્ર બે પાત્રો  હતા. અભિનયથી બારીકીઓ શીખવાની  તક એને આ નાટકમાં  દ્વારા મળી હતી.  હાલમાં બંને  સાથે અનંત મહાદેવન દ્વારા નિર્દેશિત  ફિલ્મમાં  કામ કરી રહ્યા  છે. પરંતુ એને નસીરુદ્દીન  સાથે તખ્તા પર કામ કરવું  છે.

પરેશ  ઈચ્છે  છે કે દર્શકો  એની  ફિલ્મ અથવા નાટક જોઈ થિએટરની  બહાર નીકળે ત્યારે કશુંક નવું જોયાના  સંતોેષ સાથે નીકળે. દર્શકોને  કશુંક  વિચારતા  કરી નાખવાનો  આશય પરેશનો  છે. સ્ટેજ પર કર્ટન ડાઉન થાય ત્યારે દર્શકોના ચિત્તના  અને હૃદયના કર્ટન ઉઘડી જવા જોઈએ. પરેશ  માને  છે કે પ્રત્યેક  કલાકારની આ જવાબદારી  છે. દર્શકોને કોઈ વિચારવિહિન  અવસ્થાનો  અનુભવ ન થાય એ જોવાની જવાબદારી  કલાકાર કસબીઓની  છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments