Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇન્ફોસીસના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામ નેટ નફો ૩૮.૩ ટકા વધીને રૃ.૫૧૨૯ કરોડ

- નાણાકીય વર્ષ ૨૦૧૮ માટે આવક વૃદ્વિનો અંદાજ ૨.૧ ટકા થી ૩.૧ ટકા મૂકાયો : આવક ૮ ટકા વધીને રૃ.૧૭,૭૯૪ કરોડ મેળવી

મુંબઈ, શુક્રવાર તા.12 જાન્યુઆરી 2018

આઈટી-સોફટવેર સર્વિસિઝ જાયન્ટ ઈન્ફોસીસ લિમિટેડે ૩૧,ડિસેમ્બર ૨૦૧૭ના પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકના ફેન્ટાસ્ટિક પરિણામ જાહેર કર્યા છે.

કોન્સોલિડેટેડ ધોરણે કંપનીનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૃ.૩૭૦૮ કરોડની તુલનાએ ૩૮.૩ ટકા વધીને રૃ.૫૧૨૯ કરોડ થયો છે. જે ચાલુ વર્ષના બીજા ત્રિમાસિકની તુલનાએ ૩૭.૬ ટકા વધ્યો છે.કંપનીને યુએસ ઈન્ટર્નલ રેવન્યુ સર્વિસ સાથે ડીલના પરિણામે વેરામાં લાભ થતાં નફામાં મોટી વૃદ્વિ થઈ છે.

કંપની કુલ આવક ગત વર્ષના સમાનગાળાની  તુલનાએ ૮ ટકા વધીને રૃ.૧૭,૭૯૪ કરોડ થઈ છે. જ્યારે ઓપરેટીંગ માર્જિન ૨૪.૨ ટકાથી વધીને ૨૪.૩ ટકા મેળવી ઓપરેટીંગ નફો ૦.૪ ટકા ઘટીને રૃ.૪૩૧૯ કરોડ થયો છે. કંપનીનો નવ માસિક ચોખ્ખો નફો ૧૪.૮ ટકા વધીને રૃ.૧૨,૩૩૯ કરોડ અને આવક ૨.૧ ટકા વધીને રૃ.૫૨,૪૩૯ કરોડ હાંસલ થયા છે. ઓપરેટીંગ નફો ૦.૧ ટકા ઘટીને રૃ.૧૨,૬૭૬ કરોડ થયો છે.

ઈન્ફોસીસ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૮ માટે આવક વૃદ્વિ અંદાજ ડોલરમાં ૫.૫ ટકા થી ૬.૫ ટકા મૂક્યો છે. જે રૃપિયામાં આવક વૃદ્વિ અંદાજ ૨.૧ ટકા થી ૩.૧ ટકા મૂક્યો છે. ઈન્ફોસીસના નવા નિમણૂક થયેલા સીઈઓ અને એમ.ડી.  સલીલ પારેખે જણાવ્યું હતું કે, કંપનીના ત્રીજા ત્રિમાસિકના પરિણામ મજબૂત રહ્યા છે. વાર્ષિક ધોરણે ૮ ટકા વૃદ્વિ અને ઓપરેટીંગ માર્જિન ૨૪.૩ ટકા હાંસલ કર્યું છે. ફ્રી કેશ ફ્લો ૫૯.૩ કરોડ ડોલરનો રહ્યો છે. કંપની સ્થિરતા તરફ વિકાસ કરી રહી છે અને માંગના નવા ક્ષેત્રોમાં કંપનીના ગ્રાહકોને સર્વિસિઝ પૂરી પાડવાની સારી સ્થિતિમાં છે.

શેરોના બાયબેક વિશે કંપનીએ જણાવ્યું હતું કે, કંપનીએ રૃ.૧૩,૦૦૦ કરોડ સુધી રકમના ૧૧,૩૦,૪૩,૪૭૮ શેરોના બાયબેકને ૧૯,ઓગસ્ટ ૨૦૧૭ના મીટિંગમાં મંજૂરી આપી હતી. શેર દીઠ રૃ.૧૧૫૦ ભાવે શેરો બાયબેકની ઓફર કરાઈ છે. કંપનીએ આ માટે તેના સિક્યુરિટીઝ પ્રીમિયમ અને જનરલ રિઝર્વમાંથી બાયબેક માટે ફંડની જોગવાઈ કરી છે.

Post Comments