Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતના ચાર મોટા શહેરમાં ડિજિટલ પેમેન્ટથી વાર્ષિક 7.2 બિલિયન ડૉલરનો લાભ થશે

- વૈશ્વિક નાણાંકીય કંપનીએ ભારતના ચાર મોટા શહેરના ડિજિટલ પેમેન્ટના પ્રભાવનો અભ્યાસ કર્યો

નવી દિલ્હી, તા. 13 ઑક્ટોબર 2017, શુક્રવાર 
 
દિલ્હી, મુંબઇ, બેંગાલુરુ અને ચેન્નઇ જેવા શહેરો ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપીને વાર્ષિક 7.2 બિલિયન ડોલરનો લાભ ઉઠાવી શકે છે. વૈશ્વિક નાણાંકીય કંપની વિઝા દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં આ માહિતી સામે આવી છે. 
 
વિઝા દ્વારા નિયુક્ત રોઉબિનિ થાઉટલેબના અભ્યાસમાં મોટા શહેરોમાં ડિજિટલ પદ્ધતિથી ચુકવણી કરવાને પ્રોત્સાહન આપવાથી પડતા આર્થિક પ્રભાવની તપાસ કરવામાં આવી છે. અને આ અભ્યાસ ચાર મોટા શહેર દિલ્હી, મુંબઇ, બેંગાલૂરુ અને ચેન્નઇ પર કેન્દ્રિત કરવામાં આવ્યો છે. 
 
વિઝાએ કહ્યુ, અભ્યાસ દ્વારા જાણવા મળ્યુ છે કે કાર્ડ અથવા મોબાઇલ પેમેન્ટ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમને પ્રોત્સાહન આપવાથી ભારતના સો શહેરને વાર્ષિક 470 બિલિયન ડૉલરનો ફાયદો થશે. આ ફાયદો આ શહેરોના કુલ ઘરેલુ ઉત્પાદનનો આશરે ત્રણ ટકા જેટલો છે. 

Post Comments