Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૦૧૭માં દવાઓની વેચાણ વૃદ્ધિ ૫.૫૦ ટકા સાથે આઠ વર્ષની નીચી સપાટીએ

- સરકારની ભૂલ ભરેલી ભાવ નીતિની ફાર્મા ઉદ્યોગ પર જોવા મળેલી પ્રતિકૂળ અસર

મુંબઈ, શુક્રવાર તા.12 જાન્યુઆરી 2018

ઘરઆંગણે દવાઓની વેચાણ વૃદ્ધિ ૨૦૧૭માં  ઘટીને ૫.૫૦ ટકા રહી છે, જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી નીચી છે. જીએસટીના અમલ, પ્રોડકટ મંજુરીમાં ઢીલ અને વધુને વધુ પ્રોડકટસને ભાવ મર્યાદા હેઠળ આવરી લેવાતા આ સ્થિતિ જોવા મળી છે.

૨૦૧૭માં ફાર્મા કંપનીઓએ રૃપિયા ૧.૧૬ ટ્રિલિયનનું વેચાણ હાંસલ કર્યું હતું જે ૨૦૧૬ની સરખામણીએ ૫.૫૦ ટકા વધુ છે. ૨૦૧૬માં વેચાણ ફાર્મા કંપનીઓનું વેચાણ રૃપિયા ૧.૧૦ ટ્રિલિયન સાથે ૧૦.૭૦ ટકા વધ્યુ હતું એમ એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.

નવા પ્રોડકટસ બજારમાં રજુ કરીને અને બજારમાં વિસ્તરણ મારફત દવા ઉત્પાદકો ૨૦૧૮માં સુધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે. જો કે ઔષધોના વેચાણમાં વૃદ્ધિનો આધાર સરકારની નીતિ પર આધાર રાખશે એમ નિષ્ણાતો માની રહ્યા છે.

વેચાણ વૃદ્ધિથી ભાવમાં વધારાનું યોગદાન નોંધપાત્ર ઘટયું છે અને ૨૦૧૭માં તે નકારાત્મક રહ્યું હતું જે સરકારની ભાવ નીતિની અસર પડયાનું સૂચવે છે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. નવા પ્રોડકટસથી વેચાણ વૃદ્ધિનું પ્રમાણ પણ ૨૦૧૬ની સરખામણીએ ઘટયું છે.

નિયમનકારી પગલાંઓને કારણે વેચાણ વૃદ્ધિ પર અસર પડી છે. ૨૦૧૬માં સરકારે ૩૪૦ ફિકસ્ડ ડોઝ કોમ્બિનેશન ડ્રગ્સ પર પ્રતિબંધ મૂકયો હતો. આ ઉપરાંત નવી ઔષધોને મંજુરી આપવામાં પણ ઢીલ જોવા મળી હતી. જ્યાંસુધી સાચા નીતિવિષયક નિર્ણયો નહીં લેવાય ત્યાંસુધી ઉદ્યોગોએ સહન કરતા રહેવું પડશે એમ પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.

Post Comments