Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રિટર્ન ન ભરનાર ૯૦ હજાર લોકો સરકારના રડારમાં, કાર્યવાહી થશે

- રિટર્ન ફાઇલ ન કરવા બદલ ૩ લાખને નોટિસ મોકલી હતી જેમાંથી ૨.૧ લાખે રિટર્ન ફાઇલ કર્યું

નવી દિલ્હી,તા.13 જૂન 2018, બુધવાર

નવેમ્બર ૨૦૧૬માં થયેલી નોટબંધી પછી જે લોકોએ બેન્કમાં ૧૦ લાખ રૃપિયાથી વધુની રકમ જમા કરી હતી, તેમાંથી ૯૦ હજાર લોકોથી પણ વધુને આવકવેરા વિભાગના રડાર પર છે. આ લોકોએ ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી આવકવેરા રિટર્ન ફાઇલ નથી કર્યું. હવે તેમની સામે એકશનની તૈયારી કરવામાં આવી રહી છે.  

હકીકતમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કરનારા ૩ લાખ લોકોની સામે વિભાગે નોટિસ જાહેર કરી હતી. આવકવેરા વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર, આ ૩ લાખ લોકોમાંથી અંદાજે ૨.૧ લાખ લોકોએ ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી આઇટીઆર ફાઇલ કરી હતી. પરંતુ તેમાં જે લોકોએ આ તારીખ સુધી આઇટીઆર ફાઇલ નથી કર્યો, તેમની સામે હવે એક્શન લેવામાં આવશે.

આઇટીઆર ફાઇલ ન કરનારાને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મોકલવામાં આવી શકે છે. આ ઉપરાંત, વિભાગે તેમની પાસેથી દંડ પણ વસૂલી શકે છે.

 આ દંડ કુલ ટેક્સ લેણદારીના ૫૦ ટકા કે ૨૦૦ ટકા સુધી હોઇ શકે છે. આ ઉપરાંત, વિલંબથી ચૂકવણી કરનારાનો ચાર્જ પણ આ લોકોએ ભરવો પડશે. એટલું જ નહીં, આઇટીઆર ફાઇલ ન કરનારાની સામે કેસ ચલાવી શકાય છે.

અત્યાર સુધી ઓપરેશન ક્લીનમની હેઠળ આવકવેરા વિભાગે ૨૨.૬૯ લાખ એવા લોકોની શોધ કરી છે, જેમની ટેક્સ પ્રોફાઇલ નોટબંધી દરમ્યાન તેમના તરફથી જમા કરવામાં આવેલી રકમ સાથે મેળ નહોતી ખાતી. નોટબંધી પછી આ લોકોએ ૫.૨૭ લાખ કરોડ બેન્ક એકાઉન્ટમાં જમા કર્યા હતા.

જો કે, નોટબંધી દરમ્યાન કેટલી બિનહિસાબ આવક બેન્કોમાં જમા કરવામાં આવી તેને લઇને આઇટી વિભાગ હજુ પણ તપાસ કરી રહી છે.

Post Comments