Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોનામાં સત્તાવાર આયાત ઘટી સામે દાણચોરીમાં થયેલી વૃધ્ધિ

તા.11 ફેબ્રુારી 2018, રવિવાર

દેશનાં ઝવેરી બજારોમાં તાજેતરમાં સંક્રાંતિ પછી કમૂરતા પૂરા થયા પછી લગ્નસરાનો બીજો રાઉન્ડ  શરૃ થયો છે અને તેના પગલે માગ ફરી જોવા મળી છે ઉપરાંત વિશ્વ બજારમાં ઉંચા મથાળેથી બજાર ઘટતાં  ઘરઆંગણે ભાવ પણ ઉંચેથી નીચા આવતાં મોસમી ગ્રાહકો રાહત અનુભવી રહ્યા છે.  વિશ્વ બજારમાં તાજેતરમાં ડોલર ઉંચકાતાં સોનામાં વૈશ્વિક હેજફંડો  ઉછાળે વેચવાલ રહ્યા છે. 

વિશ્વ બજારમાં સોનાના  ભાવ ઔંશના ઉંચામાં જે ૧૩૫૦ ડોલરની ઉપર જતા રહ્યા હતા તે પ્રત્યાઘાતી ઘટી ૧૩૧૦થી ૧૩૧૫ ડોલર  આસપાસ તાજેતરમાં બોલાવા માંડયા છે. અમેરિકામાં  જોબગ્રોથના આંકડા  સારા આવતાં  વિશ્વ બજારમાં ડોલર ઉંચકાયો છે.  ત્યાં હવે પછી મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજના દર વધારાશે  એવી શક્યતા  પણ બળવત્તર બની છે  જેની અસર ડોલરના ભાવ પર પડી છે અને વૈશ્વિક ડોલર વધતાં સોનામાં તેજીના વળતા પાણી જોવા મળ્યા છે.

મુંબઈ બજારમાં જીએસટી વગરના સોનાના ભાવ ૯૯.૫૦ના ૧૦ ગ્રામના ઉંચામાં  રૃ.૩૦૫૦૦થી  ઉપર જતાં રહ્યા પછી રૃ.૩૦ હજારની અંદર  બોલાયા હતા.  જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ૩ ટકા જેટલા ઉંચા રહ્યા હતા.  ચાંદીના ભાવ જે વધી કિલોના જીએસટી સાથે રૃ.૪૦ હજારની  ઉપર જતા રહ્યા હતા તે પણન ઉંચેથી  ખાસ્સા એવા નીચા  આવ્યા છે.  વિશ્વ બજારમાં  ચાંદીના ભાવ ઔંશના જે ઉંચામાં  ૧૭ ડોલરની ઉપર ગયા હતા તે ગબડી ૧૬.૮૦ ડોલર આસપાસ ઉતર્યા છે. 

વૈશ્વિક સ્તેર તાજેતરમાં   વિવિધ દેશોમાં  શેરબજારો  ઉંચી ટોચ પરથી ઝડપી ઘટાડા પર રહેવા છતાં  સોનાના ભાવ  પર તેની કોઈ પ્રોત્સાહક અસર દેખાઈ નથી. સામાન્યપણે શેરબજારો ગબડે છે ત્યારે સોનાના ભાવ વધી આવે છે પરંતું આ વખતે આવી કોઈ અસર કિંમતી ધાતુઓના ભાવ પર જોવા મળી નથી  અને ઉલ્ટાનું   સોનાના ભાવ પણ ઉંચેથી નીચા આવ્યા છે જેના માટે  વિશ્વ બજારમાં  ઉંચકાયેલા  ડોલરના ભાવ જવાબદાર મનાયા છે.

દરમિયાન ભારતમાં  સોનાની આયાત જે ડિસેમ્બર ૨૦૧૭માં  આશરે ૬૧ ટકા વધી ૮૦.૪૦  ટન નોંધાઈ હતી તે ત્યારબાદ  જાન્યુઆરી ૨૦૧૮ના મહિનામાં ઝડપી ઘટીને માત્ર ૩૦ ટન થતાં ૧૭ મહિનાનો  નવો નીચો રેકોર્ડ આવી આયાતમાં  થયો છે.  ભારતમાં  ફેબુ્રઆરીના આરંભમાં   બજેટમાં    સોનાની આયાત  જકાત ઘટશે એવી હવા ચગતાં   બજેટ પૂર્વે દેશમાં  આવી આયાત ઘટી હતી. જોકે  ત્યારબાદ બજેટમાં  કસ્ટમ ડયુટીમાં અપેક્ષીત ઘટાડો આવ્યો નથી અને તેના પગલે દેશમાં હવે ફેબુ્રઆરીના ચાલુ મહિનામાં સોનાની આયાત ફરી વધી આશરે ૫૦ ટન જેટલી  થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. 

ભારતમાં આયાત જકાત કસ્ટમ ડયુટી ઉંચી હોતાં  સોનાની  દાણચોરીની આવકો વધી છે.  બજેટમાં ડયુટી ઉંચી  જાળવી રાખવામાં  આવતાં સોનાની દાણચોરી ઓર વધવાની  ભીતિ  પણ જાણકારો બતાવી રહ્યા છે. આમ સત્તાવાર આયાત ઘટવા છતાં  દાણચોરી વધતાં ઘરઆંગણે સોનાનો પુરવઠો જળવાઈ રહ્યો છે અને તેના પગલે ભાવમાં આવતા ઉછાળા ટકતા નથી એવું  બજારના સૂત્રોએ ઉમેર્યું હતું.ભારતમાં ૨૦૧૭ના  આખા વર્ષમાં સોનાની સત્તાવાર આયાત વધીને ૮૬૩થી  ૮૬૪ ટન  જેટલી  થઈ હતી.  દરમિયાન વર્લ્ડ ગોલ્ડ  કાઉન્સિલના  જણાવ્યા મુજબ ભારતમાં  ૨૦૧૮ના નવા વર્ષમાં  સોનાની માગ ઘટીને ૧૦ વર્ષની સરેરાશ વાર્ષિક  માગ કરતાં  ઓછી થવાની  શક્યતા છે. 

દેશમાં ૨૦૧૮માં સોનાની માગ  ૭૦૦થી ૮૦૦ ટન  વચ્ચે રહેવાની  શક્યતા બતાવાઈ છે.  પાછલા ૧૦ વર્ષના આંકડામાં સોનાની  આવી વાર્ષિક  સરેરાશ માગ  આશરે ૮૪૦ ટન જેટલી રહી છે. દેશમાં સોના પર જીએસટીનો નવો બોજ આવ્યો છે ઉપરાંત મોટાપાયે   થતી સોનાની ખરીદી પર સરકાર પણ બારીક  નજર રાખી રહી છે  જેની અસર માગ પર પડવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.સોનાની કુલ વૈશ્વિક માગ ૨૦-૧૭ના  વિતેલા વર્ષમાં આશરે ૭ ટકા ઘટી  ૪૦૭૧થી ૪૦૭૨  ટન જેટલી  થઈ છે  વિશ્વ બજારમાં   સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ઈટીએફમાં સોનાનો પુરવઠો  પણ ઘટયો છે.  ૨૦૧૬માં કુલ વૈશ્વિક માગ ૪૩૬૨  ટન નોંધાઈ હતી જેમાં  ૨૦૧૭ના વર્ષમાં  પીછેહઠ દેખાઈ છે.  જોકે  ટેકનોલોજી  ક્ષેત્રે  સોનાની માગ  વધી હોવાનું  વૈશ્વિક જાણકારોએ જણાવ્યું હતું.

Post Comments