Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૦૧૭ના વર્ષમાં પણ પસંદગીના ઊભરતા બજારોમાં વિદેશી રોકાણમાં વધારો થશે

૨૦૧૭ના નવા કેલેન્ડર વર્ષનું પ્રથમ સપ્તાહ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પ્રથમ સપ્તાહમાં વિદેશી રોકાણકારોના ભારત તરફના રોકાણના વલણમાં ખાસ કોઈ ફરક જોવા નથી મળ્યો. જો કે, ઘરઆંગણાની તેમજ વૈશ્વિક સ્તરની કેટલીક ઈવેન્ટોના કારણે નવા કેલેન્ડર વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ભારતીય શેરબજારમાં વોલેટાલિટી ભર્યો માહોલ જોવા મળશે તેવું બજારના અભ્યાસી વર્તુળોનું માનવું છે. આ ગતિવિધીને જોતા નવા વર્ષના પ્રારંભિક તબક્કામાં વિદેશી રોકાણકારો ભારતથી દૂર રહે તેમ જણાય છે.

જો કે, આમ છતાંય નવા વર્ષમાં વિદેશી રોકાણકારો માટે ભારત સહિતના ઉભરતા દેશોના બજાર તરફ આકર્ષણ જળવાઈ રહે તેવી સંભાવના છે. તાજેતરમાં શરૃ થયેલા નવા કેલેન્ડર વર્ષમાં ઉભરતા દેશોની કેટલીક ચોક્કસ હકારાત્મક મુવમેન્ટના કારણે વિદેશી રોકાણકારો ઉભરતા બજારો તરફ આકર્ષાય તેવી સંભાવના બજારના અભ્યાસી વર્તુળોએ વ્યક્ત કરી હતી. આ  મુદ્દાને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો, વિદેશી રોકાણકારોનો રોકાણ પ્રવાહ આ બજારો તરફ વળશે તો નવા વર્ષમાં પણ ઉભરતા દેશોના બજારોની બોલબાલામાં વધારો થશે.

નવા વર્ષમાં ઉભરતા બજારોની કઈ મુવમેન્ટથી વિદેશી રોકાણકારો તે તરફ આકર્ષાય તે અંગેના મંડાયેલા ગણિત તરફ નજર કરીએ તો,

મેક્સિકો  :
અમેરિકાના પ્રમુખ પદે ટ્રમ્પ ચૂંટાયા બાદ ડોલરની ઉછળકૂદની મેક્સિકોના ચલણ પર ભારે અસર જોવા મળી હતી. લેટિન અમેરિકાના દેશોમાં મેક્સિકોની કરન્સી સૌથી વધુ આકર્ષક છે. આગામી સમયમાં મેક્સિકોની કરન્સી વધુ મજબૂત થવાની સંપૂર્ણ શક્યતા છે. જે જોતા વિદેશી રોકાણકારો મેક્સિકોના બજાર તરફ વળે તેવી શક્યતા છે.

રશિયા  :
જે રોકાણકારો ઓછા વ્યાજદરે વધુ ઉપજ થાય તેવી કરન્સીમાં રોકાણ કરવા ઈચ્છતા હોય તેમના માટે રોકાણ કરવા માટે રશિયન રૃબલ બેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ છે. નાણાં સંસ્થાઓના મંતવ્ય મુજબ આગામી સમયમાં રૃબલ વધુ મજબૂત થશે. બીજી તરફ ક્રૂડના વધતા ભાવથી પણ રશિયાને ફાયદો થશે. જેની સાનુકૂળ અસર ચલણ પર પણ જોવા મળશે. આમ, આ ગતિવિધી જોતા વિદેશી રોકાણકારો રશિયા તરફ વળે તેવી સંભાવના છે.

ભારત  :
ભારત વર્ષોથી વિદેશી રોકાણકારો માટે હોટ ફેવરીટ રહ્યું છે. પરંતુ ગત વર્ષે ડોલરની મજબૂતાઈ અને નોટબંધીના કારણે વિદેશી રોકાણકારોએ ભારતમાંથી મોટાપાયે તેમનું રોકાણ પાછું ખેંચ્યું હતું. નોટબંધીના પગલા બાદ ભારતના અર્થતંત્રની મુવમેન્ટ જોઈને નવા વર્ષના બીજા અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન તેઓ ભારત તરફ પુન :  પાછા વળશે તે જાણકારોનું માનવું છે. આ સમય દરમિયાન અમેરિકાના મુદ્દે પણ ઉદ્ભવેલી ગતિવિધીઓને ભારતીય બજારો પચાવી ચૂક્યા હશે. તેથી બજારોમાં ગભરાટનો માહોલ શમી ગયો હશે.

દક્ષિણ આફ્રિકા  :
નાણા સંસ્થાઓના મત મુજબ દક્ષિણ આફ્રિકાના પ્રમુખની સત્તાઓ પર અંકુશ મુકવાની અપાયેલી ચેતવણીથી ત્યાંના સ્ટોક માર્કેટ અને બોન્ડ માર્કેટમાં સુધારાને વેગ સાંપડે તેવી શક્યતા છે. આ ઉપરાંત દેશના દેવાને કાબુમાં લાવવા પણ ત્યાં મુવમેન્ટ હાથ ધરાઈ છે જે એક પોઝિટીવ મુદ્દો છે. આ બે મુદ્દાને ધ્યાનમાં રાખી વિદેશી રોકાણકારો દક્ષિણ આફ્રિકાના બજારો તરફ વળે તેવી સંભાવના છે.

બ્રાઝિલ  :
અન્ય ઉભરતા બજારોની તુલનાએ બ્રાઝિલના બજારે ગત વર્ષે પણ ઉંચું વળતર ચૂકવ્યું હતું. બ્રાઝિલનું બોન્ડ માર્કેટ વૈશ્વિક રોકાણકારો માટે માનીતું છે. તાજેતરમાં શરૃ થયેલા નવા વર્ષમાં વધુ નવા બોન્ડ રજૂ થશે. જે જોતા નવા વર્ષમાં વૈશ્વિક રોકાણકારો બ્રાઝિલના માર્કેટ તરફ આકર્ષાયેલા જોવા મળે તેવી શક્યતા છે.

Post Comments