Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બળાત્કાર પીડીતાઓેને ન્યાય આપવાની માંગ સાથે ભુજવાસીઓ મોઢા પર બાંધશે કાળી પટ્ટી

- છેલ્લા ૪ વર્ષમાં કચ્છમાં જ ૨૩૪ બળાત્કારની ઘટનાઓ નોંધાઈ

- ૧૭મીના સરકાર સમક્ષ મુકાશે વિવિધ માંગ,ગુમસુદા બાળકી-મહિલાઓની તાત્કાલીક ફરીયાદ લઈ કાર્યવાહી કરવા માંગ

ભુજ, તા. 16 એપ્રિલ 2018,  સોમવાર

ઉન્નાવ,કઠુઆ અને સુરતની બળાત્કારની જધન્ય ઘટનાઓ સપાટી પર આવી રહી છે ત્યારે આખા દેશમાં રોષનો માહોલ છે. આરોપીઓને જે રીતે બચાવવા વિવિધ સ્તરે પ્રયત્નો થઈ રહ્યા  છે તેને શરમજનક ગણાવીને ભુજમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન તેમજ કચ્છ નવનિર્માણ અભિયાન સહિતની સ્વૈચ્છિક સંસ્થાઓ નાગરીકોને સાથેરાખીને મોઢા પર કાળી પટ્ટી બાંધીને આવી ઘટનાઓનો વિરોધ કરીને પીડીતાઓને ન્યાય અપાવવા માંગ કરશે.

તા.૧૭મીના હમીરસર તળાવ પાસે સાંજે ૬ થી ૭ કલાકે વિરોધ કાર્યક્રમ યોજાશે જેમાં શહેરવાસીઓ બળાત્કારપીડીતાઓને ન્યાય અપાવવા સરકાર કડક કાર્યવાહી સાથે ઝડપી પગલા ભરે તેવી માંગ કરાશે. જેમાં  ૬ માસમાં પીડીતાને ન્યાય અને આરોપીને સજા થાય, આવી ઘટનાઓ મ ાટે ફાસ્ટ ટ્રેક કોર્ટની તાત્કાલિક વ્યવસ્થા કરવા, પોલીસ અને ન્યાયિક તંત્ર તટસ્થતાથી સમગ્ર  ઘટનાની તપાસ કરે, ન્યાયિક પ્રક્રિયામાં રાજકીય કે ધાર્મિક દખલગીરી પર રોક, નિર્ભયા ફંડનો પીડિતાઓ માટે ઉપયોગ,ગુમસુદા બાળકી તથા મહિલાઓ વિશે તાત્કાલિક ફરીયાદ લઈ કાર્યવાહી કરવા સહિતની માંગણી મુકાશે. નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડા મ ુજબ ૧૯૭૧થી ૨૦૧૬ વચ્ચે ૪૫ વર્ષમાં દેશની ૬,૩૪,૧૨૩ દિકરીઓ સાથે આવુ અપમાનજનક કૃત્ય આચરાયું છે અને દિવસો દીવસ આ આંકડા વધી રહ્યા છે. કચ્છની વાત કરીએ તો વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬ દરમિયાન માત્ર  કચ્છમાં જ ૨૩૪ બળાત્કારની ઘટનાઓ નોંધાઈ છે. ત્યારે ત્વરાએ સરકાર આ ઘટનાઓમાં સક્રીયતાપુર્વક કામગીરી કરે  તેવી માંગ મુકાશે.

Post Comments