Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પલાંસવા પાસે અકસ્માતમાં બે મહિલાઓના મોત : દસ મુસાફરોને ઈજા

- યમદૂત સામન ટ્રેઈલરે પાછળથી જીપને ટક્કર મારતા સર્જાઈ દુર્ઘટના

- ઘાયલોને રાધનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા:મૃતકો અને ઘાયલો મજુરીએ જઈ રહ્યા હતા

ગાંધીધામ,તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

પૂર્વ કચ્છમાં માતેલા સાંઢની માફક દોડતા ભારે વાહનોના કારણે અવાર-નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. તેવામાં રાપર તાલુકાના પલાંસવા ખાતે જીપને પાછળથી ટ્રેઈલરે ટક્કર મારતા બે મહિલાઓના મોત થવાની સાથે દસ મુસાફરોને ઈજા પહોંચી હતી. ઘાયલોને રાધનપુરસારવાર આૃર્થે ખસેડવામાંઆવ્યા હતા.

આ અંગે આડેસર પોલીસે જણાવ્યું હતું કે, પલાંસવા નજીક પેટ્રોલ પંપ સામે પુલીયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. યમદૂત સમાન ટ્રેઈલર નં.આરજે ૦૬ જીબી ૫૭૨૧ના ચાલકે ઓવર ટેક કરવાની લાયમાં આગળ જઈ રહેલી જીપ નં. જીજે ૯ વાય ૫૯૧૦ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જીપમાં સવાર રામીબેન મોમાયા ભરવાડ (ઉ.વ.૨૨) તથા જીતુબેન સાગા ભરવાડ (ઉ.વ.૨૨, બન્ને પલાંસવા)ને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.

તો જીપમાં સવાર બાતીબેન ગણેશ ભરવાડ, લક્ષ્મીબેન દેવા ભરવાડ, મીનાબેન જશરામ ભરવાડ, કાના પાંચા ભરવાડ, ભાવના હોંડા ભરવાડ,  મુળીબેન ટપુ ભરવાડ, નિલેશ રાણા ઓડેદરા, રામીબેન દેવશી  ભરવાડ, ઉમેશ મોતી વાણંદ તથા જેઠીબેન જોધાને ઈજા થઈ હતી. ઘાયલોને રાધનપુર રીફર કરવામાં આવ્યા હતા. મૃતક અને ઘાયલો સામખીયાળી માર્ગના કામમાં મજૂરી કામ કરવા જતા હતા. આરોપી ટ્રેઈલર ચાલક સામે ગુન્હો નોંધાયો હતો.

ગાંધીધામમાં રાહદારીનું ટ્રકની ટક્કરે મોત
ગાંધીધામ,તા.૧૩
તો જીવલેણ અકસ્માતનો એક બનાવ ગાંધીધામમાં પણ બન્યો હતો. સોમવારે કાસેઝ પુલીયા નીચે બપોરે ટ્રક નં. જીજે ૧૨ એક્સ ૩૨૯૭ની અડફેટે પગપાળા જઈ રહેલા હરીરામ રામનાથ યાદવ (ઉ.વ.૫૮,પીએસએલ કાર્ગો,ગાંધીધામ)નું ગંભીર ઈજાઓથી મોત થયું હતું. પોલીસે આરોપી ટ્રક ચાલક સામે ગુન્હો નોંધ્યો હતો.

Post Comments