Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મનરેગા યોજનાનું વર્ષ 18-19નું 2077લાખનું લેબર બજેટ મંજૂર

- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની બેઠકમાં

- શહેરના 13 વોર્ડમાં 191 સ્વચ્છાગ્રહીની નિમણૂંક: સ્વજલધારા અન્વયે 664 ગામોમાં પાણી સમિતિની રચના

ભાવનગર, તા.11 જુલાઈ 2018, બુધવાર

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની બેઠક તાજેતરમાં કલેક્ટર-સાંસદના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વર્ષ ૧૮-૧૯નું ૨૦૭૭ લાખનું લેબર બજેટ મંજૂર કરવામાં આવ્યુ હતું અને સ્વજલધારા અન્વયે જિલ્લાના ૬૬૪ ગામોમાં પાણી સમિતિની રચના કરવામાં આવેલ છે.

આ બેઠકમાં મનરેગા યોજના અંતર્ગત ચાલુ નાણાંકીય વર્ષમાં જૂન અંતિત લેબર બજેટ આયોજનમાં વર્ષ ૨૦૧૮-૧૯નું કુલ રૃા.૨૦૭૭.૩૮ લાખનું લેબર બજેટ મંજૂર કરવામાં આવ્યું. મિશન મંગલમ્ (એન.આર.એલ.એમ.) પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના (આઇ.ડબલ્યુ.એમ.પી.), પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, નેશનલ સોશ્યલ એસોસીટ્સ પ્રોગ્રામ (એન.એસ.એ.પી.) હેઠળ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના (વયવંદના સહાય યોજના), નિરાધાર વૃધ્ધ અને અપંગ સહાય યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના), પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન હેઠળ ભાવનગર શહેરના ફલેટ્સ, બહુમાળી ઇમારતો, કોમ્પ્લેક્ષ તથા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનો માટે ૧૨૦ લી.ના વ્હીલ ટાઇપ બંધ બોડીના ડસ્ટબીન પુરા પાડવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે.

તેમજ સ્વચ્છતા અંગેની જાગૃતતા ફેલાય તેવી કામગીરી માટે શહેરના ૧૩ વોર્ડમાં કુલ ૧૯૧ સ્વચ્છાગ્રહીની નિમણૂંક કરવામાં આવેલ છે. નેશનલ રૃરલ ડ્રિંકિંગ વોટર સપ્લાય પ્રોગ્રામ, સ્વજલધારા કાર્યક્રમ અન્વયે ભાવનગર જિલ્લા કુલ ૬૬૪ ગામોમાં પાણી સમિતિની રચના કરવામાં આવેલ છે. જેમાં તા.૩૧-૬-૨૦૧૮ અંતિત કુલ ૩૯૭ યોજનાઓના અંદાજીત કિંમત કુલ રૃા.૬૫૯૧.૫૬ લાખના કામો મંજૂર કરવામાં આવેલ છે.

આ ઉપરાંત દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતી યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, સર્વ શિક્ષા અભિયાન, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, બી.એસ.એન.એલ. નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ગામના લોકોની સુખાકારી માટે દરેક ગામમાં ગ્રામ સંગિની સમિતિની રચના કરવામાં આવેલ છે, તેમજ આ સમિતિ અંતર્ગત રૃા.૧૦,૦૦૦નું ફંડ આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૮-૧૯માં જૂન ૨૦૧૮ અંતિત કુલ ૬૪૭ ગ્રામ સંગિની સમિતિ આવેલ છે.

કમિટીના અધ્યક્ષ અને માન. સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા તમામ યોજનાની વિગતવાર માહિતી મેળવી તેમના લાઇન ડીપાર્ટમેન્ટને તેમના હસ્તકની તમામ યોજનાની માહિતી વિગતવાર મોકલી આપવા અને લાભાર્થીઓ સુધી પહોંચાડવા સુચના આપવામાં આવી. તેમ સાંસદની ઓફીસ દ્વારા જણાવ્યું છે.

Post Comments