Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉત્તરાયણ પૂર્વે પતંગની પાક્કી દોરીથી ૬ પંખીના મોત, ૨૫ સારવાર હેઠળ

- સવારના ૭થી ૯ અને સાંજના ૫થી ૭ પતંગ નહીં ચગાવવા અપીલ

ભાવનગર, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

ઉત્તરાયણ પૂર્વે પતંગની પાક્કી દોરીના કારણે ગંભીર રીતે ઘવાયેલા ૬ પંખીઓના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. જ્યારે ૨૫ પંખી હાલ શહેરના ગંગાજળિયા તળાવ સ્થિત એનિમલ હેલ્પલાઈનની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  એનિમલ હેલ્પલાઈનના સંચાલક અને જીવ રક્ષક દળના પ્રમુખ બ્રિજેશભાઈ શાહે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પૂર્વે પતંગની પાક્કી દોરીના કારણે ગઈ તા.૭ને રવિવારે ૮, સોમવારે ૯, મંગળવારે ૪, બુધવારે ૨, ગુરૃવારે ૩ તેમજ શુક્રવારે ૫ પંખી ઘાયલ થતા આ પંખીઓની સેવા સુશ્રુસા એનિમલ હેલ્પલાઈન હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. જેમાં ૬ પંખીઓના મૃત્યુ નિપજ્યા હતા જ્યારે હાલ ૨૫ પંખીઓ સારવાર હેઠળ છે.

તા.૧૩ જૂલાઈ, ૨૦૧૪ના રોજ શરૃ થયેલ આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં અંદાજે ૨૦ હજારથી વધુ પશુ-પક્ષીની સારવાર કરવામાં આવી છે. વર્ષના તમામ ૩૬૫ દિવસ કાર્યરત રહેતી આ હોસ્પિટલ પાસે બિમાર પશુની સારવાર માટે એક એમ્બ્યુલન્સ હતી તે હવે બે થઈ છે. જીવદયા પ્રેમીઓ દ્વારા વધુ એક ઈકો એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ છે.

ઉત્તરાયણ દરમિયાન પતંગની પાક્કી દોરીના કારણે પંખીઓ ઘાયલ થતા હોય તા.૧૩થી ૨૦ જાન્યુઆરી દરમિયાન પંખીઓનો સારવાર કેમ્પ રહેશે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે ચાર ડોક્ટર્સની ટીમ કાર્યરત રહશે અને સેવાભાવી વોલન્ટીયર્સની ટીમ પણ કાર્યરત રહેશે. જે જીવદયાપ્રેમીઓ તા.૧૩થી ૨૦ દરમિયાન વોલન્ટીયર તરીકે સેવા આપશે તેમને સન્માનપત્ર આપી સન્માનિત કરાશે.

ભારતીય સંસ્કૃતિનું હાર્દ છે, 'જીવો અને જીવવા દો.' સંસ્કૃતિના આ હાર્દને હ્યદયસ્થ રાખવા અને ગીચ વૃક્ષોવાળી જગ્યાએ, બાગ બગીચા નજીક, જાહેર રસ્તા પર કે પક્ષીઓના આવન જાવનના સમય સવારના ૭થી ૯ તથા સાંજના ૫થી ૭ દરમિયાન પતંગ નહીં ચગાવવા તથા કાચ પાયેલ દોરાથી કે ચાઈનીઝ દોરાથી પતંગ નહીં ચગાવવા અને જો કોઈ ઘાયલ પંખી જોવા મળે તો એનિમલ હેલ્પલાઈન (નં. ૯૧૫૭૧૦૯૧૦૯) પર સંપર્ક કરવા હેલ્પલાઈનના સંચાલક બ્રિજેશભાઈ શાહ તથા જીવદયા પ્રેમીઓ શ્રેણિકભાઈ શાહ, સાજણભાઈ રાઠોડ, નરેશભાઈ મેઘાણી વગેરેએ અનુરોધ કર્યો છે.

Post Comments