Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રકચાલક અને ક્લીનરનું અપહરણ કરી ૮૦ લાખની લૂંટ

-કાનપુર જઈ રહેલા ટ્રકચાલક-ક્લીનરનું ટ્રકમાં આવેલી ટોળકીએ હાલોલ ટોલનાકા પાસેથી અપહરણ કર્યુ

(પ્રતિનિધિદ્વારા)     વડોદરા,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

સુરતથી ડ્રેસ અને કાપડનો જથ્થો લઈને કાનપુર જઈ રહેલા ટ્રકચાલક અને ક્લીનર પર મધરાતે હાલોલ ટોલનાકા પાસે ટ્રકમાં આવેલી લૂંટારૃ ટોળકીએ હુમલો કર્યો હતો. ટોળકીએ ટ્રકચાલક અને ક્લીનરને માર મારી બંનેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેઓને નડિયાદ પાસે હાથપગ બાંધીને રસ્તામાં ઉતારી મુકી ટ્રક સહિત ૮૦ લાખની મતાની લૂંટ કરી હતી.

ઉત્તરપ્રદેશના પીથવપુર ગામમાં રહેતો ૩૫ વર્ષીય દિલીપસીંગ શ્રીકૈલાશસીંગ ક્ષત્રીય રાજધાની ઈન્ટર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ગત ૭મી તારીખ તે કાનપુરથી ચોખા ભરીને સુરત પાંડેસરા માર્કેટમાં ગયો હતો જયાં ચોખા ખાલી કર્યા બાદ તે સુરતમાં ભટેના ખાતે આવેલી તેની ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસમાંથી ગયો હતો. ત્યાંથી મોડી રાત્રે તે ટ્રકમાં ૬૦.૯૧ લાખની કિંમતના સાડીઓ અને સલવાર સુટના ૨૫૨ કાર્ટુન ભરીને ક્લીનર અનુજ શ્રીક્રિષ્ણપાલ સાથે કાનપુર જવા માટે નીકળ્યો હતો.

મધરાતે આશરે ત્રણ વાગે તેઓ શહેરના છેવાડે હાઈવે પર ગોલ્ડનચોકડીથી હાલોલ રોડ તરફ જતો હતો તે સમયે એક ટ્રકચાલકે તેની ટ્રકને ઓવરટેક કરી તેઓની ટ્રકને આંતરી હતી. ટ્રક ઉભી રાખતા જ આગળ ઉભેલી ટ્રકમાંથી અચાનક સાતેક યુવકો ઉતરીને તેઓની ટ્રકની ડ્રાઈવર કેબિનમાં ધસી ગયા હતા. તેઓએ ડ્રાઈવર અને ક્લીનરને માર મારી બંનેને બાનમાં લીધા હતા. ત્યારબાદ તે પૈકીના એક યુવકે દિલીપસીંગને સાઈડમાં બેસાડી જાતે ટ્રક હંકારી હતી અને પાંચેક કિલોમીટર સુધી ટ્રક હંકાર્યા બાદ ટોળકીએ દિલીપસીંગ અને ેતના ક્લીનરના આંખે પાટા બાંધી દઈ આગળ જતી ટ્રકમાં બેસાડી દીધા હતા.

અપહરણ કરનાર ટોળકી માલ ભરેલી ટ્રક લઈને ફરાર થઈ હતી જયારે દિલીપસીંગ અને ક્લીનરને અન્ય ખાલી ટ્રકમાં લઈ જઈ રહેલા  સાગરીતોએ થોડી વાર બાદ હાથ દોરીની બાંધીને નડિયાદ-ખેડા વચ્ચે અંધારામાં ઉતારી મુક્યા હતાં. વહેલી સવારે ખેતરમાં આવેલા એક યુવકે ટ્રકચાલક અને ક્લીનરના હાથે બાંધેલી દોરી ખોલી આપતા તેઓએ અમદાવાદમાં અસલાલી ખાતે આવેલી તેઓની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ઓફિસમાં પહોંચીને સમગ્ર બનાવની જાણ કરી હતી. આ જાણકારીના પગલે ટ્રકચાલક અને ક્લીનરને હરણી પોલીસ મથકે લવાયા હતા જયાં ડ્રાઈવરની કેફિયતના પગલે પોલીસે અજાણી લૂંટારૃ ટોળકી સામે કાપડનો જથ્થો તેમ ટ્રક સહિત ૮૦,૯૧,૮૪૬ રૃપિયાની લૂંટનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

Post Comments