Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧૬ મે થી મંગળવાર ૨૨ મે સુધી

* રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વૉન્ડ્સ, સ્વૉર્ડસ, કપ્સ તથા કોઈન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાંની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઈટ ઓફ વૉન્ડ્સ, સ્વૉર્ડ્સ, કપ્સ અને કોઈન્સનું ઊમેરાયેલું છે.

મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઈપ્રિસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઑફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલ છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.

- ઈન્દ્રમંત્રી

મેષ (અ.લ.ઈ.) The Fool - ધ ફૂલનું કાર્ડ વર્તમાન સમયની તમારી પરિસ્થિતિ સંતોષજનક માનવાનું સૂચવી જાય છે. વધુ પડતી આશા નિરાશાજનક નીવડી શકે. જીવનસાથીને સહકાર અનિવાર્ય બનશે. ન ગમતા સમાચાર સાંભળવા મળશે. તા. ૧૮, ૧૯ શુભ.

વૃષભ (બ.વ.ઉ.) : The World - ધ વર્લ્ડનું કાર્ડ તમારા નક્કી કરેલા કાર્યો હાલમાં આયોજનપૂર્વક થઈ શકવાનું સૂચવી જાય છે. વિદેશ વસતા કુટુંબીજનો માટે નોંધપાત્ર નિર્ણય ચર્ચા- વિચારણા દ્વારા લેવાના આવશે. અણધારી રીતે તમારું વિદેશયાત્રાનું આયોજન ગોઠવી શકશો. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૧૬, ૧૭, ૨૦, ૨૧ શુભ.

મિથુન (ક.છ.ઘ.) : The Highiriestess - ધ હાઇપ્રિસ્ટેસનું કાર્ડ નાણાંકીય બાબતમાં એકાદ કસોટી ઉદભવી શકવાનું તથા આકસ્મિક ખર્ચાઓ આવવાનું સૂચવી જાય છે. સંતાનો અંગે મહત્વના નિર્ણય લઇ શકશો. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સરળતા રહેશે. ટુંકી મુસાફરી થશે. તા. ૧૮, ૧૯, ૨૨ શુભ.

કર્ક (ડ.હ.) : The Emperor - ધ એમ્પરરનું કાર્ડ નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું સૂચવી જાય છે. તમારા મનગમતા કાર્યો સરળતાપૂર્વક થઇ શકશે. યશ મેળવી શકો તેવો પ્રસંગ બનશે. દૂરની મુસાફરીનું આયોજન કરી શકશો. તા. ૧૬, ૧૭, ૨૦, ૨૧ શુભ.

સિંહ (મ.ટ.) : Justice - જસ્ટીસનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. કોર્ટ -કચેરી સંબંધિત કાર્યોમાં વિજય મેળવી શકશો. કૌટુંબિક સમસ્યાઓનું સુખદ સમાધાન થશે. નવા દસ્તાવેજ અને પત્રો પર સહિ-સિક્કા થશે. તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૨ શુભ.

કન્યા (પ.ઠ.ણ.) : Wheel Of Fortune - વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ તમારા વ્યવસાય ક્ષેત્રે લાભદાયક ફેરફારો ઉદભવી શકવાનું સૂચવી જાય છે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક પરિવર્તન આવશે. તમારા વિલંબમાં પડેલા કાર્યોને ઊકેલી શકવાની તક મળશે. સ્વજનો સાથે નોંધપાત્ર બાબતોની ચર્ચા વિચારણા થશે. તા. ૧૮, ૧૯, ૨૦, ૨૧ શુભ.

તુલા (ર.ત.) : The Empress- ધ એમ્પ્રેસનું કાર્ડ કુટુંબની વ્યક્તિઓના સહકારથી તમારી સમસ્યાઓનો ઉકેલ આવવાનું સૂચવી જાય છે. આરોગ્ય અંગે કોઇ તકલીફ અનુભવી રહ્યા હો તો તેમાં રાહત જણાશે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે સ્થાન પરિવર્તન થશે. વારસાગત પ્રશ્નોમાં સમાધાનકારક વલણ અપનાવવું લાભદાયક રહે. તા. ૨૦, ૨૧, ૨૨ શુભ.

વૃશ્ચિક (ન.ય.) : The Hierophant - ધ એરોફન્ટનું કાર્ડ તમારા નાણાકીય મુશ્કેલીઓના ઉકેલ માટે સ્વજનો અને મિત્રોની સલાહ સૂચન લાભદાયક પૂરવાર થવાનું સૂચવી જાય છે. જીવનસાથીના આરોગ્ય બાબત સામાન્ય પ્રતિકુળતા રહેશે. ટુંકી ધાર્મિકયાત્રાનો યોગ ઉદભવશે. અણધાર્યા ખર્ચાઓ થશે. તા. ૧૬, ૧૭, ૨૨ શુભ.

ધન (ભ.ધ.ફ.ઢ.) : The Moon - ધ મૂનનું કાર્ડ તમારા દાંપત્યજીવનમાં ઊદભવેલી મુશ્કેલીઓનું સુખદ નિરાકરણ આવવાનું સૂચવી જાય છે. ભાગીદારી સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે નવાં લાભદાયક ફેરફારો આવશે. આવકમાં વધારો થશે. અણધારી રીતે વર્તમાન જીવનમાં નવાં ફેરફારો જોવા મળશે. તા. ૧૬, ૧૭, ૧૮, ૧૯ શુભ.

મકર (ખ.જ.) : Temperance - ટેમ્પરન્સનું કાર્ડ તમને કોઇ સાથે મનદુ:ખ થયું હોય કે કોઇ સમસ્યાને લઇ આઘાત લાગ્યો હોય તો તેમાંથી ધીરે ધીરે બહાર આવી શકવાનું અને ફરી એકવાર સ્વસ્થ થઇ રોજિંદા કાર્યોમાં પરોવાઇ શકવાનું સૂચવી જાય છે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે. તા. ૧૮, ૧૯, ૨૦, ૨૧ શુભ.

કુંભ (ગ.શ.સ.ષ.) : Strength - સ્ટ્રેન્થનું કાર્ડ તમારે આત્મવિશ્વાસ રાખી રોજિંદા કાર્યો કરવા સૂચવી જાય છે. અન્યથા એકાદ કાર્યમાં તમારી કસોટી થશે. કોર્ટ- કચેરી અંગેના કોઇ કાર્યો હોય તો તેમાં સાવધાની રાખવી તથા સમાધાનકારી વલણ અપનાવવું ફાયદાકારક રહેશે. તમારા વ્યવસાયક્ષેત્રે વધારાના કામની જવાબદારીઓ ઉદભવશે. તા. ૨૦, ૨૧, ૨૨ શુભ.

મીન (દ.ચ.ઝ.થ.) : Judgement - જજમેન્ટનું કાર્ડ એકાદ સમસ્યા માટે તમારે યોગ્ય નિર્ણય લેવાનો આવશે તથા વધુ પડતા લાગણીશીલ બનીને લીધેલા નિર્ણયમાં નુકસાન ના થાય તે માટે સાવધાની રાખવા સૂચવી જાય છે. સંતાનોના પ્રશ્નોમાં વિખવાદ થઇ શકે. ભાઇ-બહેનોની સલાહ- સૂચનો લાભદાયક નીવડશે. તા. ૧૬, ૧૭, ૨૨ શુભ.
 

Post Comments