Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

19 મે 2017 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ, તા. 19 મે 2017, શુક્રવાર 
 
મેષ : 
મસ્તક, ગળામાં, ગરદનમાં, સંતાનને દર્દપીડાથી સંભાળવું પડે. તે સિવાય શેરોના-ધાતુના, ફળફળાદિ, ફુલના વેપાર ધંધામાં જોખમ કરવું નહીં.
 
વૃષભ :
હરોફરો-કામકાજ કરો પરંતુ વડીલવર્ગની-કુટુંબ-પરિવારની, નોકરી ધંધાની કામગીરી, જવાબદારી અંગે ચિંતા-ખર્ચ-દોડધામ રહે.
 
મિથુન : 
રસ્તામાં આવતા જતા-વાહન ચલાવતા, પરદેશના કામમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં, સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં ચિંતા-બેચેની રહે.
 
કર્ક : 
આકસ્મિક શારીરિક-માનસિક અસ્વસ્થતા, નુકસાન-ચિંતા, વિવાદના કારણે શાંતિ જણાય નહીં. ખર્ચ-નાણાં વ્યવહારની મુશ્કેલી પડે.
 
સિંહ : 
સાંસારિક પ્રશ્નમાં, પરિવારના કામમાં, પોતાના અંગત કામમાં, નોકરી ધંધાના કામમાં, પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતીત રહો.
 
કન્યા : 
વિલંબમાં પડેલ કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે. ધંધો આવક થાય. જુના-નવા સંબંધ-વ્યવહાર સચવાય પત્નીનું કામ થાય.
 
તુલા : 
પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા-ઉચાટ-ઉદ્વેગ રહે. વાતવાતમાં વિવાદ, ગેરસમજ, મનદુ:ખ થાય, સંતાનના વિવાહ-લગ્નના પ્રશ્ને તકલીફ પડે.
 
વૃશ્ચિક : 
નોકરી-ધંધાના કામમાં રૃકાવટ રહે, કામમાં વિલંબ થાય. બી.પી.ની વધઘટ-ગભરામણ-છાતીમાં દર્દપીડાથી સંભાળવું પડે.
 
ધન : 
યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાત, ચર્ચા-વિચારણા થાય. પત્નીના કામમાં સહકાર આપવો પડે. નોકરી-ધંધાનું કામ થાય.
 
મકર : 
કૌટુંબિક પ્રતિકૂળતામાં તમારા અંગત કામ ઉકેલવામાં નોકરી-ધંધાના કામ ઉકેલવામાં તકલીફ પડે છતાં કામ ઉકેલવા પડે.
 
કુંભ : 
વિચારોની સ્થિરતા-એકાગ્રતા જળવાય નહીં. ગુસ્સો આવી જાય. ચિત્તભ્રમ- બુદ્ધિ ભ્રમ થઈ જાય. અનિંદ્રા અનુભવાય.
 
મીન : 
ચિંતા-ખર્ચ-વિવાદ-નુકસાનના કારણે તકલીફ પડે. આંખમાં, કમર, પગમાં દર્દ પીડાથી સંભાળવું, ઉતાવળ કરવી નહીં.
 

જન્મ તારીખ વર્ષ સંકેત

આજની તારીખે શરૃ થતા જન્મવર્ષના પ્રારંભે અવારનવાર શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવાય. સાંસારિક-પારિવારિક જીવનમાં તકલીફ પડે. નોકરી-ધંધાના પ્રશ્ને ચિંતા-ભય-ડર-દબાણમાં શાંતિ-રાહત જણાય નહીં. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં ચિંતામુક્ત થતા આનંદમાં રહો. જીવનનો એક નવો તબક્કો શરૃ થાય. પ્રતિકૂળતા પછી સાનુકૂળતા વર્ષારંભ પ્રતિકૂળતા-સંઘર્ષનો રહે. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ સાનુકૂળતા થતી જાય. 
 
પત્ની-સંતાન-પરિવાર 
પત્ની-સંતાન-પરિવારના પ્રશ્ને ચિંતા-મુશ્કેલી રહે. પત્નીના આરોગ્ય-સ્વભાવના કારણે, છુટાછેડાની કાનૂની કાર્યવાહીના પ્રશ્ને ચિંતા-ખર્ચ-દોડધામ રહે. સંતાનની સ્વચ્છંદતાના લીધે, તમને શાંતિ-રાહત જણાય નહીં. સંતાનના વિદ્યાભ્યાસ-વિવાહ-લગ્ન-મિત્રવર્ગની સોબતના પ્રશ્ને ચિંતા રહે. 
 
નોકરી-ધંધો 
નોકરી-ધંધામાં વર્ષના ઉત્તરાર્ધથી તમે ચિંતા મુક્ત થતા જાવ. જીવનનો એક નવો તબક્કો શરૃ થાય. ભાગ્યોદય-પ્રગતિની શરૃઆત થાય. આકસ્મિક પરિવર્તન-ફેરફારો શરૃ થાય. 
 
વિદ્યાર્થીવર્ગ  
વિદ્યાર્થીવર્ગને વર્ષારંભથી જ અભ્યાસમાં ધ્યાન આપવું પડે.

Post Comments