Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

15 ફેબ્રુઆરી 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

અમદાવાદ તા. 15 ફેબ્રુઆરી 2018, ગુરૃવાર
 
મેષ : 
આજે દર્શ અમાવાસ્યા, ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે. નોકરી-ધંધાના કામમાં એકાગ્રતા રાખવી. માતૃપક્ષ - પિતૃપક્ષે બિમારી-ચિંતા જણાય.
 
વૃષભ : 
રસ્તામાં આવતા જતા, વાહન ચલાવતા મોબાઈલમાં વાતચીત કરતા તકલીફ-મુશ્કેલી અનુભવાય. કોઈપણ કામમાં બેધ્યાન રહેવું નહીં.
 
મિથુન : 
દર્શ અમાવાસ્યા, ખંડગ્રાસ સૂર્યગ્રહણનો આજનો દિવસ આકસ્મિક ચિંતા-ઉપાધિનો રહે. શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવાય.
 
કર્ક : 
આજે વિચારોની એકાગ્રતા રહે નહીં. હરો ફરો કામ કરો પરંતુ બીજાના કારણે ઉત્પાત-અશાંતિ-ગુસ્સો અનુભવો.
 
સિંહ : 
સાસરી પક્ષ- મોસાળપક્ષની ચિંતા રહે. નોકરી-ધંધાના કામમાં હરિફવર્ગના કારણે, ખટપટ-ઈર્ષા- નાણાંભીડના કારણે ચિંતા રહે.
 
કન્યા : 
દર્શ અમાવાસ્યાએ તમારા રોજીંદા કામ ઉપરાંત વધારાનું કામ કરી શકો. ધંધો-આવક થાય. પરંતુ પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા રહે.
 
તુલા : 
સગા સંબંધી-મિત્રવર્ગ, મકાન-વાહન- મીલકત તેમજ ટ્રાવેલ્સના, વેપાર ધંધામાં, નોકરીના કામમાં, સંતાનના કામમાં ચિંતા-ઉચાટ રહે.
 
વૃશ્ચિક : 
યાત્રા પ્રવાસમાં, વાહન ચલાવવામાં તેમજ રસ્તામાં આવતા-જતા આપે સંભાળવું પડે. મીલન-મુલાકાતમાં ચર્ચામાં તકલીફ પડે.
 
ધન : 
આકસ્મિક અસ્વસ્થતા અનુભવાય. પિતૃપક્ષ-મોસાળ પક્ષની ચિંતા રહે. કૌટુંબીક કામમાં, વિવાદમાં અશાંતિ-ઉચાટ રહ્યા કરે.
 
મકર : 
આજે દર્શ અમાવસ્યાએ હૃદય-મનને શાંતિ જણાય નહીં. નોકરી-ધંધાના તેમજ સરકારી-રાજકીય- ખાતાકીય કામમાં જાગૃતિ રાખવી.
 
કુંભ : 
દર્શ અમાવાસ્યા, ખંડગ્રાસ સૂર્યગ્રહણનો આજનો દિવસ આપે શાંતિ-સ્વસ્થતા-મૌન રાખીને પસાર કરી લેવો.
 
મીન : 
દર્શ અમાવાસ્યા - ખંડગ્રાસ સૂર્યગ્રહણનો આજનો દિવસ પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં, નોકરી ધંધાના પ્રશ્નમાં ચિંતા-બેચેનીનો રહે.
 
જન્મતારીખ વર્ષ સંકેત
 
આ વર્ષમાં આપને સાનુકૂળ-પ્રતિકૂળ સંજોગોનો અનુભવ થાય. આપ કરવા કંઈક માંગતા હોવ અને કંઈક બીજું થઈ જાય.
 
નોકરી-ધંધો : 
વ્યવસાયિક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. કામ કરો પરંતુ ધાર્યું પરિણામ ન મળે. ક્યારેક કંટાળો પણ થાય પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ રાહત-શાંતિ થતી જાય.
 
આરોગ્ય સુખાકારી : 
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહે. માનસિક પરિતાપ-ચિંતા અનુભવાય. વિચારોની દ્વિધા-મુંઝવણ અનુભવાય. માથામાં - આંખોમાં દર્દ-પીડા રહે. પડવા-વાગવાથી સંભાળવું.
 
સ્ત્રીવર્ગ :
સ્ત્રીવર્ગને પતિ-સંતાનની ચિંતા જણાય. ઘર-પરિવારની સાથે નોકરી-ધંધાની જવાબદારી સંભાળવામાં મુશ્કેલી અનુભવાય. મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહીં. કૌટુંબિક વાદ-વિવાદ-મનદુઃખથી સંભાળવું.

Post Comments