Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાહન વ્યવહાર મંત્રી કાકડિયાને પાટીદાર યુવાનોએ ઘેરી લીધા

- કાર્યક્રમ છોડીને હું ક્યાંય ભાગ્યો નથી : મંત્રી

- ચૂંટણી અને વિસ્તારનાં કામો અંગે ચર્ચા કરવાના કાર્યક્રમને હોબાળો થતા પડતો મુકાયો

અમદાવાદ, તા. 8 સપ્ટેમ્બર, 2017, શુક્રવાર

ગઈકાલે પીટદાર યુવાનોના ટોળાએ મોરબીનાં ભાજપનાં ધારાસભ્ય કાંતીભાઈ અમૃતીયાને ઘેરી લઈ દબાણ ઉભું કર્યું હતું. જે ઘટનાને લઈને ચૂંટણી સુધીમાં ભાજપના મંત્રીઓ અને MLA સામે વિરોધ થશે એવી આશંકા હવે સાચી પડી રહી છે. રાજ્યકક્ષાનાં વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડીયાને પણ ચૂંટણી અંગેના એક કાર્યક્રમમાં આ રીતનો કડવો અનુભવ થયો છે.

અમદાવાદ પૂર્વનાં ઠક્કરનગર વિધાનસભાનાં એક ગાર્ડનમાં આવનારી ચૂંટણી અને વિસ્તારનાં કામો અંગેની ચર્ચા કરવા માટેનાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ શરૃ થાય તે પહેલા જ યુવાનોનું ટોળું પોતાના માથા પર જય સરદાર અને પાટીદાર એવા લખાણો લખેલી ટોપી પહેરીને આવી ગયું હતું.

દરમિયાનમાં રાજ્યકક્ષાનાં મંત્રી વલ્લભભાઈ કાકડીયા પણ પોતાના સમર્થકો સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા. આથી પાટીદાર યુવાનોએ તેમનો ભારે વિરોધ કર્યો હતો. સામસામે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો સાથે ખૂબ જ મોટો હોબાળો સર્જાયો હતો. સ્થિતિ વણસવાની ભીતિને પગલે આયોજકોએ સમગ્ર કાર્યક્રમને જ રદ્દ કરી દીધો હતો. તેમજ સલામતીના કારણોસર અને અન્ય કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે પોલીસની ટીમને બોલાવી લેવાઈ હતી ત્યારબાદ પોલીસે સમજાવટથી ટોળાને છૂંટું પાડયું હતું.

આ અંગે મંત્રી વલ્લભ કાકડીયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું કે, ચૂંટણી અંગેનો કાર્યક્રમ હોવાથી મારી પાસે સમયનો અભાવ હોવા છતાં હું ગયો હતો. અમારે વિકાસની વાત કરવી હતી. કારણ કે વિકાસનાં કામો કર્યા છે. જેથી અમને કોઈ વાંધો નહોતો. પરંતુ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. માટે કેટલાંક તત્ત્વોને બોલાવી કાર્યક્રમ બગાડી નાખ્યો હતો. હું ભાગી ગયાની વાત ખોટી છે. કાર્યક્રમ રદ્દ કરાયા બાદ હું નીકળ્યો હતો.
 

Post Comments