Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આખરે ભાજપ-કોંગ્રેસના ચારેય ઉમેદવારનાં ફોર્મ માન્ય રખાયાં

- ચૂંટણી અધિકારીની ઓફિસમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ જામ્યું

- ઉમેદવારના ફોર્મમાં વાંધા કાઢતા ભાજપ-કોંગ્રેસની લીગલ ટીમો વચ્ચે તકરાર જામી: મુખ્ય ચૂંટણી કમિશનર સ્વ

અમદાવાદ, તા. 13 માર્ચ, 2018, મંગળવાર

રાજ્યસભાની ચૂંટણી માટે મેદાને ઉતરેલા ભાજપ ઉમેદવાર પુરષોત્તમ રુપાલા,મનસુખ માંડવિયા જયારે કોંગ્રેસના અમી યાજ્ઞિાક અને નારણ રાઠવા એમ ચારેય સત્તાવાર ઉમેદવારોના ફોર્મ આખરે માન્ય રાખવામાં આવ્યા છે જેના લીધે બિનહરીફ ચૂંટણી યોજાય તેવો માર્ગ મોકળો બન્યો છે. ગુરૃવારે ફોર્મ પાછા ખેંચવાની આખરી તારીખ છે ત્યારે ચિત્ર એકદમ સ્પષ્ટ થઇ જશે.

મંગળવારે વિધાનસભા પરિસરમાં આવેલી રાજ્યસભાના ચૂંટણી અધિકારીની ઓફિસમાં બપોરે ફોર્મની ચકાસણી શરૃ કરવામાં આવી હતી તે વખતે કોંગ્રેસ વતી શક્તિસિંહ ગોહિલ,બાબુ માંગુકિયા સહિત લિગલ ટીમ ઉપસ્થિત રહી હતી જયારે ભાજપ વતી પરેન્દુ ભગત સહિતના કાયદા નિષ્ણાતો હાજર રહ્યા હતાં. બંન્ને પક્ષે ઉમેદવારના ફોર્મમાં વાંધાવચકાં કાઢવા જાણે રીતસરની હોડ જામી હતી. શરુઆતના જ તબક્કામાં કોંગ્રેસે મનસુખ માંડવિયાના સરનામા વિશે લેખિત વાંધો ઉઠાવ્યો હતો.

આ ઉપરાંત પુરષોત્તમ રુપાલાની સહી અને સરનામા અંગે પણ વાંધો નોંધાવ્યો હતો. આ તરફ,ભાજપે નારણ રાઠવાના ના વાંધા પ્રમાણપત્ર સમયસર રજૂ થયુ નથી તે મામલે જીદ પકડી હતી. જોકે,ફોર્મની ચકાસણી પહેલાં જ નારણ રાઠવાએ અન્ય દસ્તાવેજોની આપૂર્તિ કરી હતી. ભાજપ અને કોંગ્રેસે વાંધાવચકા કાઢીને ઉમેદવારનુ ફોર્મ રદ થાય તે માટે ટેકનીકલ ભૂલ શોધવા ત્રાગા રચાયા હતાં.ફોર્મ ચકાસણીમાં ટેકનિક ભૂલ શોધીને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરાવવાની ભાજપની ઇચ્છા ફળી ન હતી.

ફોર્મ ચકાસણી વખતે ઘમાસાણ જામતા ખુદ મુખ્ય ચૂંટણી કમિશ્નર બી.બી.સ્વેન પણ દોડી આવ્યા હતાં. પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણી,દંડક પંકજ દેસાઇ,નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ,ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપરાંત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી,ઉપનેતા શૈલેષ પરમાર સહિતના નેતાઓ પણ ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં હાજર રહ્યા હતાં.

ત્રણેક વાગે સૌ પ્રથમ કેન્દ્રીય મંત્રી પુરષોતમ રુપાલાનું ફોર્મ સ્વિકાર્ય થયુ હતું ત્યાર બાદ મનસુખ માંડવિયાનું ફોર્મ પણ સ્વિકારાયુ હતું. મોડી સાંજે અનેક વાંધા-તરકાર વચ્ચે કોંગ્રેસના ય બંન્ને ઉમેદવારના ફોર્મ માન્ય રખાયા હતાં જેથી રાઠવાનું ફોર્મ રદ થશે તેવી તમામ અટકળોનો અંત આવ્યો હતો. હવે ૧૫મીએ ફોર્મ પરત ખેંચવાની આખરી તારીખ છે ત્યારે કોંગ્રેસના પી.કે.વાલેરા અને ભાજપના કિરીટસિંહ રાણા પણ ફોર્મ પરત ખેંચે તેવી સંભાવના છે. આ જોતાં રાજયસભાની ચૂંટણી આ વખતે બિનહરીફ રીતે યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Post Comments