Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રિવરફ્રન્ટ પર બજરંગ દળના કાર્યકરોએ પ્રેમી યુગલોને લાકડીઓથી ડરાવીને ભગાડયા

-વેલેન્ટાઇન ડેના વિરોધનું નાટક કરીને

-ત્રિશુલ,લાકડીઓ સાથે ધસી આવીને પોલીસની હાજરીમાં આતંક મચાવ્યો

અમદાવાદ, તા.14 ફેબ્રુઆરી 2018,બુધવાર

અમદાવાદમાં વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ વેલેન્ટાઇન ડેના વિરોધનું નાટક કર્યું હતું અને રિવરફ્રન્ટ પર લાકડીઓ લઇને પાછળ પડીને પોલીસની હાજરીમાં પ્રેમી યુગલોને ભગાડીને રિતસરનો આતંક મચાવ્યો હતો.

તમાશો જોઇ રહેલી પોલીસે છેવટે ૨૦ કાર્યકારોની અટકાયત કરીને ચાર શખ્સો સામે પોલીસ કમિશનરના જાહોરનામાના ભંગ બદલનો ગુનો નોધ્યો હતો.

બજરંગ દળ દ્વારા વેલેન્ટાઇન-ડેના વિરોધ અંગે બે દિવસ પહેલા અમદાવાદની શાળા-કોલેજો પાસે પોસ્ટરો લગાડયા હતા. એટલું જ નહી વોટ્સએપ ગૃ્રપમાં મેસેજ પણ ફરતા કર્યા હતા. જેને લઇને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બજરંગ દળ અને વીએચપીના આગેવાનો સાથે બેઠક કરી હતી અને વેલેન્ટાઇ-ડેના રોજ ગત વર્ષે પ્રેમી યુગલો પર ટામેટા ફેંકીને વિરોધ કર્યો હતો આવા કૃત્યો નહી કરવા માટે ચેતવણી આપી હતી.

બજરંગ દળના કાર્યકરોએ જણાવ્યું હતું, કે યુવક-યુવતીઓ જાહેરમાં બિભત્સ હરકતો અને ચેનચાળા કરતા હોય છે. જેની સામે પોલીસે જણાવ્યું કે આવું કોઈપણ કૃત્ય આચરે તો પોલીસને જાણ કરવામાં આવશે તો પોલીસ તેઓ સામે ગુનો નોધશે.

તેમ છતાં પલ્બીસીટી સ્ટંટ કરવા માટે મિડિયાને સાથે લઇ આવ્યા હતા અને સવારે બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ રિવરફ્રન્ટ પર કેસરી કલરના પ્લાસ્ટીકના પાઇપ , લાકડીઓ, ત્રિશુલ સાથે ઉમટી પડયા હતા અને વાડજથી છ કે પાલડી સુધી રિવરફ્રન્ટ પર બેઠેલા પ્રેમી યુગલો પાછળ લાકડીઓ લઇને પાછળ પડીને ભગાડ્યા હતા.

આ બનાવ બનતાં રિવરફ્રન્ટ પર પોલીસ બંદોબસ્તો ગોઠવી દેવામાં આવ્યો હતો. વાડજ પોલીસે ઉસ્માપુરા પાસ કાર રોકીને તેમાં ચેક કરતાં કેશરી કલરની ૧૨ જેટલી કેસરી કલરની લાકડીઓ મળી આવી હતી.

જેથી પોલીસે રાણપમાં રહેતા ગાયત્રી મંદિર રોડ પર યોગ દર્શન સોસાયટીમાં રહેતા જીમીત નટવરભાઇ સુથાર અને રાણીપ ગીતા એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ વાળંદ, ઘાટલોડિયા ગોપાલનગર, મેમનગરમાં રહેતા પપ્પુભાઇ યાદવ તેમજ મેમનગર હિરાલાલાપાર્કમાં રહેતા દિલીપ યાદવ સામે ગુનો નોધ્યો હતો. ઉપરાંત રિવરફ્રન્ટ પોલીસે બજરંગ દળ અને વીએચપીને કુલ ૨૦ કાર્યકારોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Post Comments