Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શરાબ-સુંદરી સાથે પાર્ટીના હાર્દિક પટેલના વધુ બે ક્લિપિંગ વાઈરલ

-રાજકારણીઓ દ્વારા 'શામ-દામ-દંડ અને ભેદ' શરૃ

-માથે મુંડન કરેલો હાર્દિક ટી-શર્ટ બરમૂડામાં બેડ પર 'મિત્રો' સાથે મસ્તી-મઝાક કરતો નજરે પડે છે

અમદાવાદ, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

ચૂંટણીના દિવસો જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ વધુ ગરમ બનતું જાય છે. ગઈકાલે પાટીદારોને અનામત આંદોલન આપવાની માગણી સાથે સરકાર સામે આંદોલન કરનારા 'પાસ'ના કન્વીનર હાર્દિક પટેલની એક યુવતી સાથેની અંગત પળોની કથિત બે વીડિયો ક્લિપિંગ વાઈરલ થઈ હતી. આજે બીજા દિવસે ફરીથી શરાબ-સુંદરી સાથે પાર્ટી કરતા હોવાની હાર્દિક પટેલની વધુ બે વીડિયો ક્લિપિંગ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સન્નાટો મચી ગયો છે.

ચૂંટણી જીતવા માટે હે રાજકારણીઓએ 'શામ-દામ-દંડ અને ભેદ'ની નીતિને ચુસ્ત રીતે અનુસરવાનું શરૃ કર્યું છે. હજુ આગામી દિવસોમાં હાર્દિકની કે અન્ય આગેવાનો-નેતાઓની પણ આ પ્રકારની ક્લિપિંગ બહાર આવે તો કોઈને પણ નવાઈ નહીં લાગે.

ગઈકાલની ક્લિપિંગમાં હાર્દિક એક યુવતી સાથે અંગત પળો માણતો હોવાનું દર્શાવાયું હતું. ત્યારે આજે બીજી વાઈરલ થયેલી બે ક્લિપિંગમાં આવું કશું નથી. પરંતુ હાર્દિક પટેલ માથે મુંડન કરેલી હાલતમાં છે. કોઈ હોટેલનાં રૃમનાં મોટા બેડ પર ટી-શર્ટ-બરમૂડામાં સુતેલો જણાય છે.

જો કે તે વારંવાર ઊભો થઈને બેડ પર અન્ય બે યુવાનો તથા એક યુવતી સાથે છૂટછાટભરી મસ્તી કરે છે. તેના હાથમાં કોઈ ડ્રીન્કસનું એક ટીન પણ છે. આ બન્ને વીડિયો ક્લિપિંગ બે ભાગમાં વહેંચાયેલી છે. બેડ પર રહેલા અન્ય બે યુવાનોએ પણ માથા પર મુંડન કરાવેલું છે. ૨૩મી મેની રાત્રીના સમયની આ બન્ને ક્લિપિંગો છે.

સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલ અને તેના બે મિત્રો એક યુવતીની ક્લિપિંગે ભારે ધૂમ મચાવી છે. આ અંગે હાર્દિક પટેલે ગઈકાલની જેમ જ ખુલાસો કર્યો હતો કે આ વીડિયો ક્લિપિંગ મારી નથી. પરંતુ ભાજપનાં નેતાઓ મને બદનામ કરવા માટે ખોટી સીડી બહાર પાડી રહી હલકુ અને નિમ્નકક્ષાનું રાજકારણ ખેલી રહ્યાં છે.

હાર્દિકે વધુમાં કહ્યું હતું કે મને આવા વીડિયોથી કોઈ ફરક પડવાનો નથી. આગામી દિવસોમાં હજુ આ પ્રકારનાં વધુ વીડિયો ભાજપનાં નેતાઓ બહાર પાડશે. ૧૬મી નવેમ્બરમાં માણસામાં યોજાનારી જાહેર સભામાં આ વીડિયો ક્લિપિંગ અંગે વધુ સ્પષ્ટતા કરવાની વાત હાર્દિકે કરી છે.

સરકારને આવી વીડિયો અંગેની કોઈ તપાસ કરવામાં રસ નથી

હાર્દિક પટેલની સતત બે દિવસની ચર્ચાસ્પદ વીડિયો ક્લિપિંગો વાઈરલ થઈ રહી હોવા છતાં સરકારે આ અંગે તપાસ કરવામાં કોઈ રસ દાખવ્યો નથી. ખુદ હાર્દિકે આક્ષેપ કર્યો છે કે આ ક્લિપિંગ ભાજપનું ષડયંત્ર છે. વીડિયોમાં હું નથી. મોર્ફ કરેલો વીડિયો છે. આમ છતાં સરકારે આરોપનો જવાબ આપવાનું કે વીડિયો સાચો છે કે ખોટો તેની તપાસ કરવાની કોઈ જાહેરાત કરી નથી.

સમાજમાં એવી ચર્ચા થઈ રહી છે કે, હાર્દિક હવે જાહેર જીવનની એક વ્યક્તિ થઈ ગઈ છે. તો તેમની વીડિયો કોણે અને શા માટે બનાવી તેની પણ તપાસ થવી જોઈએ. તેમજ આ ક્લિપિંગમાં ભાજપનો હાથ છે એવો હાર્દિકનો આક્ષેપ સાચો છે કે ખોટો તે પુરવાર કરવા માટે આ વીડિયોની ખરાઈ કરાવવી જોઈએ.

Post Comments