Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આઈઆઈએમનું સમર પ્લેસમેન્ટ પૂર્ણઃ ૧૩૦ કંપની દ્વારા ૪૦૦થી વધુ જોબ ઓફર

-ત્રીજા કલસ્ટરમાં બેકિંગ એન્ડ ફાઈનાન્સ સર્વિસીસમાં રીઝર્વ બેંકે પણ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશીપ ઓફર કરી

અમદાવાદ, તા.13 નવેમ્બર 2017,સોમવાર

આઈઆઈએમ અમદાવાદ દ્વારા ગત ૬ઠ્ઠીથી પીજીપીની ૨૦૧૭-૧૯ની બેંચ માટે સમર ઈન્ટર્નશીપ પ્લેસમેન્ટ શરૃ કરાયુ હતુ.જે ત્રણ કલસ્ટરની પ્રક્રિયા સાથે પૂર્ણ કરવામા આવ્યુ છે.જેમાં ૧૩૦ જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો અને ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી હતી.

દર વર્ષે ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ દ્વારા પીજીપી બેચ માટે સમર ઈન્ટર્નશિપ પ્લેસમેન્ટ કેમ્પસમાં રાખવામા આવે છે. ૨૦૧૭-૧૯ની બેચ માટે ગત ૬ઠ્ઠીથી પ્લેસમેન્ટ શરૃ થયુ હતુ અને જેમાં ૬ઠ્ઠી પ્રથમ કલસ્ટર,૯મીએ બીજુ કલસ્ટર અને ૧૨મીએ ત્રીજુ કલસ્ટર યોજાયુ હતું.કુલ કલસ્ટરમાં યોજાયેલા પ્લેસમેન્ટમાં કુલ ૧૩૦ જેટલી નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ તથા જાહેર અને ખાનગી સાહતો તથા એનજીઓએ ભાગ લીધો હતો.

પ્રથમ કલસ્ટરમાં ઈન્વેસ્ટમેન્ટ બેકિંગ, મનેજમેન્ટ કન્સલ્ટિંગ, પ્રાઈવેટ ઈક્વિટી સહિતના ફીલ્ડની ૩૫ કંપનીઓએ ભાગ લીધો હતો અને સૌથી વધુ એસેન્ચર સ્ટ્રેટેજીએ ૧૯ વિદ્યાર્થીને જોબ ઓફર કરી હતી.

ત્યારબાદ બીજા કલસ્ટરમાં કન્ઝ્યુમર ગુડસ, જનરલ મેનેજમેન્ટ એન્ડ લીડરશીપ, ગવર્મેન્ટ એન્ટરપ્રાઈઝ, એડવાઈઝરી કન્સલ્ટિંગ અને કન્ઝ્યુમર સર્વિસીસ સહિતના ફીલ્ડની ૪૫ કંપનીઓએ ભાગ લીધો હતો.ત્યારબાદ ત્રીજા અને અંતિમ કલસ્ટરમાં  કન્ઝ્યુમર ટેકનોલોજી, ફાર્મા એન્ડ હેલ્થકેર, સોશિયલ એન્ટરપ્રાઈઝ એન્ડ એનજીઓ, બેકિંગ ફાઈનાન્સિયલ સર્વિસીસ તથા કોર મેન્યુફેકચરીંગ સહિતના ફિલ્ડની ૫૦ કંપનીએ ભાગ લીધો હતો.

ત્રીજા અને અંતિમ કલસ્ટરમાં ફીનઆઈક્યુ કંપનીએ સૌથી વધુ ૧૦ વિદ્યાર્થીને ઈન્ટર્નશિપ ઓફર કરી હતી.ત્રણ કલસ્ટરમાં કુલ મળીને ૪૮૫ વિદ્યાર્થીઓની બેચમાં અંદાજે ૪૦૦થી વધુ વિદ્યાર્થીને ઈન્ટર્નશિપ જોબ ઓફર કરાઈ હતી.

Post Comments