Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નર્મદાડેમમાં પાણી ખૂટયું, ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર નહી કરી શકે

-નર્મદાનું પાણી પીવા માટે જ અપાશે,સિંચાઇ માટે નહીં

અમદાવાદ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર એછેકે,નર્મદા ડેમમાં ઓછા પાણીને લીધે સિંચાઇનું પાણી નહી આપવા સરકારે નિર્ણય કર્યો છે જેના લીધે ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી શકશે નહીં. ૧૫મી માર્ચ પછી કમાન્ડ એરિયામાં કેનાલોમાં સિંચાઇ માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવશે નહીં.

બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં પાણી નહી છોડાતા ખેડૂતો સરકારથી ભારોભાર નારાજ છે ત્યાં હવે નર્મદા નિગમે ખેડૂતોને નર્મદાના પાણી આધારે ઉનાળુ પાકનું વાવેતર ન કરવા જણાવી દીધુ છે.

સરકારની એવી દલીલ છેકે, છેલ્લા ૧૫ વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ થયો છે જેના લીધે નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ ઓછો થયો છે. આ કારણોસર નર્મદા ડેમના પાણીને સિંચાઇ માટે આપી શકાય તેમ નથી. નર્મદા ડેમના સંગ્રહ કરાયેલાં પાણીનો કરોડો નાગરિકો માટે માત્ર પીવાના પાણી માટે જ ઉપયોગ કરાશે.

નર્મદા નિગમે ખેડૂતોને સલાહ આપી છેકે,નર્મદા ડેમના પાણી આધારે ઉનાળુ પાકનું વાવેતર કરવું નહીં. જો પાણીનો અન્ય વિકલ્પ હોય તો ઉનાળુ ખેતી કરવી. નર્મદાડેમના પાણીનો ચોમાસુ અને શિયાળુ પાક માટે જ વધુ ઉપયોગ થાય છે.

નર્મદા ડેમનુ સિંચાઇ માટે પાણી ન મળતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. એક તરફ,પાકના પોષણક્ષમ ભાવો મળતાં નથી ત્યાં હવે ઉનાળુ પાકનુ વાવેતર જ કેમ કરવુ તે પ્રશ્ન સર્જાયો છે.નર્મદા નિગમે નિર્ણય કર્યો છેકે, ૧૫મી માર્ચ પછી કમાન્ડ એરિયાની કેનાલોમાં નર્મદાનું પાણી સિંચાઇ માટે અપાશે નહીં.

નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ અડધોઅડધ પાણીકાપ મૂક્યો

નવીદિલ્હીમાં ૧૦મી જાન્યુઆરીએ નર્મદા કંટ્રોલ ઓથોરિટીની એક બેઠક મળી હતી જેમાં ઓછા પાણીનો સંગ્રહ થયો હોવાથી રાજ્યોના ફાળવવામાં આવતાં પાણીના જથ્થામાં કાપ મૂકાયો છે. સામાન્ય રીતે ગુજરાતને નર્મદાનું ૯ મિલિયન એકરફીટ પાણી મળે છે પણ હવે ૪.૭૧ મિલિયન એકરફીટ પાણી પુરૃ પાડવામાં આવશે. આમ,નર્મદાના પાણી પર અડધોઅડધ પાણીકાપ મૂકાયો છે. આ પાણીકાપને લીધે સિંચાઇનું પાણી નહી આપવા સરકારે નિર્ણય લેવો પડયો છે.

રાજ્ય સરકારે કેન્દ્રને વધુ પાણી આપવા પત્ર પાઠવ્યો

નર્મદા ડેમમાં હાલમાં રોજનું ૬૦૦ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઓછા પાણીને લીધે નર્મદા નદી સૂકીભઠ્ઠ બની છે. એટલું જ નહીં, કબીરવડની ય જાહોજલાલીને ગ્રહણ લાગ્યુ છે. સહેલાણીઓ ય ઘટયાં છે. નર્મદા ડેમમાં પાણી નહી છોડાતા હોડીઓ ચાલતી નથી જેથી સ્થાનિકોની રોજગારી પણ ઘટી છે. નર્મદા નિગે જ કેન્દ્ર સરકારના યુનિયન મિનિસ્ટ્રી ઓફ એનવાયરમેન્ટ, ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગને પત્ર લખીને ૧૫૦૦ કયૂસેક પાણી છોડવા માંગ કરી છે.

Post Comments