Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઘાટલોડિયા વિધાનસભામાં બેનના ક્ષેત્ર સંન્યાસ બાદ કોણ? અનાર પટેલનું નામ ચર્ચામાં

- હાઈ- પ્રોફાઈલ વિધાનસભા બેઠક ગણાય છે

- 2008 બાદ અસ્તિત્વમાં આવેલી બેઠક

અમદાવાદ, તા. 15 નવેમ્બર 2017, બુધવાર

ઘાટલોડિયા વિધાનસભા બેઠક ગુજરાતના 182 વિધાનસભા મતવિસ્તારોમાંનો એક વિસ્તાર છે. તે અમદાવાદ જિલ્લામાં આવેલો છે. આ બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. અમદાવાદ જીલ્લાની પણ શહેરી વિસ્તારમાં આવેલી ઘાટલોડિયા વિધાનસભા બેઠક નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે.

અમદાવાદ શહેરની સરખેજ બેઠક રદ કરીને તેના વિભાજન બાદ આ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે. ઘાટલોડિયા વિધાનસભા બેઠક હાઈ- પ્રોફાઈલ વિધાનસભા બેઠક માનવામાં આવે છે. કારણ કે આ બેઠક પરથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ વર્ષ ૨૦૧૨ની ચુંટણીમાં વિજયી બન્યાં હતા. આ વખતે બેનના ક્ષેત્ર સંન્યાસ બાદ તેમની પુત્રી અનાર પટેલ બેઠક ઉપરથી રાજકારણમાં ઝંપલાવે તેવી હવા બની રહી છે.

અમદાવાદ શહેર તાલુકાના ગામો
- ત્રાગડ
- ઘાટલોડિયા (એમ)
- મેમનગર (એમ).

દસક્રોઇ તાલુકા ગામો
લપકામણ, લીલાપુર, ખોડીયાર, છારોડી, જગતપુર, હેબતપુર, ભાડજ, શીલજ, ચેનપુર, ઓગણજ, ઘુમા, શેલા, સોલા, બોડકદેવ, આંબલી, ગોતા (સીટી), થલતેજ (સીટી), બોપલ (સીટી).

સરખેજમાંથી ઘાટલોડિયા બેઠક બની

અમદાવાદ શહેરની સહુથી મોટી સરખેજ બેઠકની ત્રણ બેઠકો બની અને પાંચ બેઠકોને અસર કરી છે. તે પૈકીની એક બેઠક એટલે ઘાટલોડીયા. આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. પાટીદાર મતોનું પ્રભુત્વ છે. સરખેજ બેઠક ઉપર સતત ભાજપના વિજયમાં ઘાટલોડિયા વિસ્તારનું યોગદાન અવિશેષ રહ્યું હતું. ઘાટલોડિયા બેઠકમાં ઘાટલોડિયા ઉપરાંત થલતેજ, મેમનગર, બોપલ, ઓગણાજ ઉપરાંત 16 ગામો આવે છે.

આ વિધાનસભા બેઠક પર કુલ 3,19,684 મતદારો છે. જેમાં 1,64,547 પુરુષ અને 1,55,137 મહિલા મતદારો છે. ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર કુલ 318 પોલીંગ બુથ આવેલા છે.

ઘાટલોડિયા ઉપરથી વર્ષવાર ચિતાર
- વર્ષ 2012માં એક જ ચુંટણી યોજવામાં આવી છે.
- વર્ષ 2012માં પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવાર આનંદીબહેન પટેલે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ પટેલને 53.20 ટકા જંગી સરસાઈ મેળવીને હરાવી આ બેઠક જીતી હતી.
- ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને માત્ર 21.31 ટકા મત જ મળ્યા હતા.
- આ બેઠક પૂર્વે સરખેજ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ હતી.
- ભાજપના ઉમેદવાર અને હાલ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો સરખેજ બેઠક પરથી સતત વિજય થયો છે.

ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરના જાતીય સમીકરણ  
ઓબીસી 36 ટકા,
પાટીદાર 25 ટકા,
સવર્ણ 22 ટકા,
દલિત 8 ટકા  
અન્ય 9 ટકા

આમ, જોવા જઈએ તો આ બેઠક પર ઓબીસી અને પાટીદાર મતદારોના મત ઉમેદવારની જીત માટે નિર્ણાયક માનવામાં આવે છે. આ બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ વધારે હોવાના લીધે હાલ ચાલી રહેલા પાટીદાર આંદોલનન પગલે આ બેઠક પર રસાકસીભર્યો જંગ જોવા મળશે.


વિધાનસભા ઇલેક્શનના તમામ સમાચાર માટે નીચેની લીંક પર ક્લીક કરો
http://bit.ly/assemblyelection2017


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments