Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડિપ્લોમા ઈજનેરીના બીજા રાઉન્ડના સીટ એલોટમેન્ટમાં ખાલી બેઠકોમાં 3600નો વધારો

- પ્રથમ રાઉન્ડમાં સમિતિની બેઠકોમાંથી ખાલી બેઠક 22040 હતી

- જે બીજા રાઉન્ડમાં 25720 થઈ

અમદાવાદ,તા.11 જુલાઈ 2018, બુધવાર

ડિપ્લોમા ઈજનેરીમાં આજે બીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરવામા આવ્યુ છે જેમાં સમિતિએ ભરવાની થતી ૫૪૬૪૯ બેઠકો સામે ૩૧૨૧૪ બેઠકો પર પ્રવેશ ફાળવણી થઈ છે.

જો કે તેમાં ૨૮૮૨ વિદ્યાર્થી એવા છે કે જેઓની પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડમાં માત્ર બ્રાંચ કે કોલેજ ટ્રાન્સફર થઈ છે એટલે કે પ્રવેશ ટ્રાન્સફર થયો છે.

આમ આ પ્રમાણે પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડમાં ખાલી બેઠકો ૩૬૮૦વધી છે જ્યારે કુલ ૬૧૫૭૮૫ બેઠકો સામે કુલ ખાલી બેઠકો ૩૨ હજારથી વધુ થવા પામી છે.

ડિપ્લોમા ઈજનેરીમા આ વર્ષે સરકારી અને ખાનગી કોલેજોની મેનેજમેન્ટ ક્વોટા સાથેની બેઠકો મળીને કુલ બેઠકો ૬૧૭૦૦થી વધુ છે.જેની સામે આ વર્ષે રજિસ્ટ્રેશન કરીને મેરિટમાં આવેલા માત્ર ૪૬૫૭૮ વિદ્યાર્થીઓ જ હતા.

સમિતિએ ભરવાની થતી ૫૪૬૪૯ બેઠકો સામે પ્રથમ રાઉન્ડમાં ૩૨૬૦૯ બેઠકોની ફાળવણી કરાયા બાદ ૨૨૦૪૦ બેઠકો ખાલી રહી હતી. ત્યારબાદ આજે જાહેર કરાયેલા બીજા રાઉન્ડના સીટ એલોટમેન્ટમાં ૩૧૨૧૪ બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે.

જો કે તેમાં ૨૮૮૨ વિદ્યાર્થીનો પ્રવેશ બદલાયો છે અને ૪૮૫૧ વિદ્યાર્થી એવા છે કે જેઓને બીજા રાઉન્ડમા ં પ્રથમ વાર પ્રવેશ ફાળવાયો છે. બીજા રાઉન્ડમાં ૫૩૨ વિદ્યાર્થી ટયુશન ફી વેવર સ્કીમ હેઠળ પ્રવેશ ફાળવાયો છે.દરેક કોલેજ દીઠ મળીને કુલ ટયુશન ફી વેવર સ્કીમ હેઠળની બેઠકો સુપર ન્યુમરી સીટો હોય છે.

જે વધારાની બેઠક ગણાય છે. બીજા રાઉન્ડમાં સરકારી કોલેજોની ખાલી બેઠકો ૩૮૧૯ છે જે પ્રથમ રાઉન્ડમાં ૨૮૪૬ હતી. જ્યારે ખાનગી કોલેજોની ખાલી બેઠકો બીજા રાઉન્ડમાં ૨૧૯૦૧ છે જે પ્રથમ રાઉન્ડમાં ૧૯૧૯૪ છે. આમ પ્રથમ રાઉન્ડ કરતા બીજા રાઉન્ડમાં સરકારી અને ખાનગી એમ બંને કોલેજોમાં ખાલી બેઠકોમાં વધારો થયો છે.

Post Comments