For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
election banner

Live

  • May 18, 2024 | 4:46 PM

    મનમોહન સિંહ, લાલકૃષ્ણ અડવાણી અને હામિદ અંસારીએ ઘરેથી કર્યું મતદાન

    પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીએ ઘરેથી પોતાનો મત આપ્યો છે. દિલ્હી ચૂંટણી પંચે શનિવારે આ માહિતી આપી. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ ગુરૂવારે વૃદ્ધ મતદારો અને દિવ્યાંગો માટે ઘર પર મતદાનની સુવિધા શરૂ કરી, જે 24 મે સુધી ચાલશે.

    Read Article
  • May 18, 2024 | 1:33 PM

    'મમતા બેનર્જી કોંગ્રેસની સાથે, અધીર ચૌધરીને તકલીફ હોય તો પાર્ટીથી બહાર થઈ જાય', ખડગેનું મોટું નિવેદન

    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, પહેલા મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓ બહારથી I.N.D.I.A.ની સ્થાપના કરવા માંગે છે. ગઠબંધનને સમર્થન આપશે. ઘણી પાર્ટીઓ આવું કરે છે. હાલમાં જ તેમનું બીજું એક નિવેદન સામે આવ્યું છે કે, જો સરકાર બનશે તો તેઓ સત્તામાં જોડાશે. સ્પષ્ટ છે કે મમતા બેનર્જી મહાગઠબંધનની સાથે છે. અધીર રંજન ચૌધરી નિર્ણય લેનાર નથી. નિર્ણય લેનારા અમે, કોંગ્રેસ પાર્ટી અને હાઈકમાન્ડ છીએ. અમે જે નક્કી કરીએ તેને અનુસરવું પડશે, જે નહી અનુસરે તે બહાર જશે.

    Read Article
  • May 18, 2024 | 1:32 PM

    'હવે અમે કૃષ્ણને રાહ નહીં જોવડાવીએ, અયોધ્યાથી મથુરા તરફ જઈશું', બોલ્યા મુખ્યમંત્રી યોગી

    લોકસભા ચૂંટણી 2024ને લઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રમાં પ્રચાર કર્યો હતો. તેમણે ઉત્તર મધ્ય મુંબઈથી ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમના સમર્થનમાં જનસભા કરી. આ દરમિયાન મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'હવે કૃષ્ણને રાહ નહીં જોવડાવીએ, હવે અમે અયોધ્યાથી મથુરા તરફ જઈશું. જે ઉત્સાર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે એજ ઉત્સાહ મહારાષ્ટ્ર મુંબઈમાં જોવા મળી રહ્યો છે.'

    Read Article
  • May 18, 2024 | 11:38 AM

    આવતીકાલે 12 વાગ્યે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્ટર જઈશ : કેજરીવાલ

    આજે (18 મે) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં કામ રોકવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આવતીકાલે 12 વાગ્યે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્ટર જઈશ. તમામને જેલ મોકલવાનું ષડયંત્ર છે. આજે મારા PAને જેલ મોકલ્યા છે. તમારે જેને જેલમાં નાખવા હોય નાખો. ક્યાં સુધી પીએમ જેલની રમત રમશે.

    Read Article
  • May 18, 2024 | 11:25 AM

    અમૃતસરમાં કોંગ્રેસ ઉમેદવાર ગુરજીત ઔજલાની રેલીમાં ફાયરિંગ, યુવક ઈજાગ્રસ્ત

    અમૃતસરના અજનાલામાં કોંગ્રેસ ઉમેદવાર ગુરજીત ઔજલાની રેલીમાં ફાયરિંગ થયું. મળતી માહિતી અનુસાર, ફાયરિંગમાં એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. ગુજરજીતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ ધાલીવાલના સંબંધી પર ગોળી ચલાવવાનો આરોપ લગાવ્યો છે.

  • May 18, 2024 | 11:15 AM

    મારા શહીદ દાદી, શહીદ પિતાને દેશદ્રોહી કહેશે તો શું હું ચુપ રહીશ? : પ્રિયંકા ગાંધી

    ભાજપ પર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'તમે ઈચ્છો છો કે તમે અમારા શહીદ પિતા અને દાદીને દેશદ્રોહી કહો અને અમે ચુપ રહીએ. આ તો તમારા ફાયદાની વાત છે. અમારા પરિવારે જો દેશ માટે કુર્બાની આપી છે, તો શું અમને શરમ આવવી જોઈએ? અમે શા માટે ચુપ રહીએ, હું બોલીશ. મને ખુબ ગર્વ છે મારા દાદી માટે જેમણે 33 ગોળિઓ ખાધી છે, આ દેશ માટે મારા પિતાજી શહીદ થયા છે, હું બોલીશ.'

  • May 18, 2024 | 11:12 AM

    સાંજે 5 વાગ્યે અરવિંદ કેજરીવાલ કરશે પ્રેસ કોન્ફરન્સ

  • May 18, 2024 | 10:00 AM

    'મુસ્લિમો માટે અનામત જોઈતી હોય તો પાકિસ્તાન જતા રહો...' આસામના CMનું વિપક્ષ પર નિશાન

    બિહારમાં લોકસભા ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વ સરમાએ વિપક્ષ સામે નિશાન તાકતાં કહ્યું કે ભારતમાં મુસ્લિમોને અનામત આપવાનો વિચાર આવતો હોય તો પાકિસ્તાન જતા રહો. ભારતમાં આવું ક્યારેય નહીં થાય. હિમંતા સરમાએ આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે લાલુ યાદવે કહ્યું હતું કે મુસ્લિમોને અનામત આપવામાં આવે. તેના પર હિમંતાએ સવાલ ઊઠાવ્યો કે શું ભારતમાં ધર્મના આધારે અનામત આપવી શક્ય છે?

  • May 18, 2024 | 9:55 AM

    તેમને માત્ર પોતાના બાળકોને મુખ્યમંત્રી બનાવવા છે : જેપી નડ્ડા

    ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલમાં એક જનસભાને સંબોધિત કરતા ઈન્ડિયા બ્લોકને ઘેરી છે. તેમણે કહ્યું કે, 'ઘમંડિયા ગઠબંધનને માત્ર બે વાતનું ગઠબંધન છે. પહેલું એ કે તમામ પરિવારવાદી પાર્ટીઓ છે, તેમને તમારી સાથે કોઈ લેવા-દેવા નથી. તેમને માત્ર પોતાના બાળકોને મુખ્યમંત્રી બનાવવાના છે. બીજું વડાપ્રધાન મોદી કહે છે કે, ભ્રષ્ટાચાર હટાઓ, તેઓ કહે છે કે ભ્રષ્ટાચારી બચાઓ.'

  • May 18, 2024 | 9:54 AM

    આજે દુનિયામાં ભારતનું સન્માન વધી રહ્યું છે : સીએમ યોગી

    ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રના ધુલેમાં કહ્યું કે, '2014 પહેલા દુનિયામાં ભારત પ્રત્યે સન્માનનો ભાવ સમાપ્ત થઈ રહ્યો હતો. બોર્ડર અસુરક્ષિત હતી. હું ત્યારે પણ સાંસદ હતો અને સંસદમાં જ્યારે અમે આ મુદ્દો ઉઠાવતા તો કોંગ્રેસની સરકાર કહેતી હતી કે આતંકવાદી બોર્ડર પારના છે અમે શું કરીએ? તમામ હિન્દુ તહેવારો પર પહેલા રમખાણ થતા હતા. આજે દુનિયામાં સન્માન વધી રહ્યું છે. આતંકવાદ અને નક્સલવાદ પર ગાળિયો કસાયો છે. જે લોકો પાકિસ્તાનના સમર્થનમાં વાત કે છે તેમને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ.'