ક્યારેય કુતરાના મંદિર વિશે સાંભળ્યું છે? તો ચાલો પાંચ સ્થળોની સફરે, જ્યાં કુતરાઓની પૂજા થાય છે.

ભૈરવબાબા મંદિર, સિકંદરાબાદ - અહીં ભૈરવ નામના કુતરાની સમાધિ છે, કુતરાની મૂર્તિના પગે દોરો બાંધવાની માન્યતા.

કુતિયા મહારાની માં મંદિર, ઝાંસી - રેવાન અને કકવારા નામના ગામની સીમા વચ્ચે આવેલા આ મંદિરે માનતાઓ પૂરી થાય છે.

કુકુરદેવ મંદિર, છત્તીસગઢ - અહીં પૂજા કરવાથી કુતરા કરડવાનો ખતરો નથી રહેતો.

નાયી દેવસ્થાના મંદિર, કર્ણાટક - આ મંદિર દેવી કેમ્પમ્માની પૂજા કરવા માટે બનાવાયું હતું, જો કે અહીં બે કુતરાઓનું પણ મંદિર છે.

ભૈરવ મંદિર, ગાઝિયાબાદ - અહિં કૂતરાની કબર પાસે એક કુંડ છે, જેમાં નહાવાથી હડકવા, ફોડલા અને પિમ્પલ્સ દૂર થાય છે.

આ સિવાય જો અન્ય અજીબોગરીબ મંદિરની વાત કરીએ તો તેમાં રાજસ્થાનના ઓમ બન્ના મંદિરે બુલેટ બાઈકની પૂજા થાય છે.

પંજાબના જલંધરમાં આવેલા ગુરૂદ્વારામાં લોકો વિઝા માટે માનતા માને છે અને એરોપ્લેન ચડાવે છે.

More Web Stories